INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષે જામશે ટક્કર, જુઓ Schedule
ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે (INDvsAUS) આ વર્ષે બરોબરની ટક્કર જામવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડ (new zealand) અને પાકિસ્તાનના (Pakistan) સૂપડા સાફ કરીને આ સપ્તાહે ભારત આવનાર છે.
નવી દિલ્હી : ભારતીય ટીમ માટે વર્ષ 2020 નો પ્રારંભ સારો રહ્યો છે. વર્ષના પ્રારંભેની બંને સિરીઝ એકતરફી રીતે જીતી લીધી છે. ભારતીય ટીમ (Team India) શ્રીલંકા ટીમ પર ભારે પડી હતી. શ્રીલંકાની ટીમ હતી એટલે પહેલેથી જ અંદાજો હતો કે ટીમ ઇન્ડિયા જીતની પતાકા લહેરાવશે જ પરંતુ હવેનો રસ્તો સરળ નથી લાગતો. હવે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં સારા ફોર્મમાં છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને ક્લિન સ્વીપ કર્યા બાદ તે ભારત આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન તે ત્રણ વન ડે મેચ રમશે. આ સિરીઝની શરૂઆત 14 જાન્યુઆરી ઉત્તરાયણ થી થશે. પહેલી મેચ મુંબઇ ખાતે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાના માર્નસ લેબુશન (Marnus Labuschagne) ડેબ્યૂ કરી શકે છે. માર્નસને ઓસ્ટ્રેલિયાના ઉગતા સિતારા તરીકે જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર એને પડકારરૂપ સ્થિતિ માટેના શાનદાર ઓપ્શન તરીકે જોઇ રહ્યા છે. માર્ક પણ કહી ચૂક્યો છે કે આ બેટ્સમેન આ સીરીઝમાં શાનદાર દેખાવ કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની આ સીરીઝ બરોબરની જામશે. જેનું કારણ એ છે કે બંને ટીમોએ પોતાના ઉત્તમ ખેલાડીઓને ટીમમાં સમાવ્યા છે. જોકે ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર અંગત કારણોથી ભારત નથી આવ્યા રહ્યા. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને મોહમ્મદ શમી પરત ફરી રહ્યા છે. શ્રીલંકા સામેની ટી20 માટે બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.
તારીખ | મેચ | સ્થળ |
14 જાન્યુઆરી | પહેલી વન ડે | મુંબઇ |
17 જાન્યુઆરી | બીજી વન ડે | રાજકોટ |
19 જાન્યુઆરી | ત્રીજી મેચ | બેંગલુરૂ |
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયર અય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી, પૈટ કમિંસ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, પીટર હેન્ડ્સકોમ્બ, સીન એબોટ, કેન રિચર્ડસન, એશ્ટન એગર, જોશ હેજલવુડ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, એડમ જમ્પા