નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હીમાં ટોસ દરમિયાન કહ્યું કે, ભારત વિશ્વકપ માટે પોતાની પ્લેઇંગ-XIની ઘણી નજીક છે. તો ફિરોઝશાહ કોટલામાં રમાયેલા આ મેચમાં યજમાન ભારતની 35 રનથી હાર બાદ સવાલ ઉઠવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા 2009માં ભારતમાં દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતી હતી. એટલું જ નહીં મહેમાન ટીમ 0-2થી પાછળ રહ્યાં બાદ આજ સુધી કોઈ વનડે સિરીઝ ન જીતી શકી પરંતુ દિલ્હી વનડેમાં તેણે ઈતિહાસ રચી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ ભારતની સાથે બીજીવાર આવું થયું છે કે ટીમ 2-0થી આગળ રહ્યાં બાદ કોઈ વનડે સિરીઝ (5 કે તેથી વધુ મેચો) હારી છે. 30 મેથી શરૂ થતા વિશ્વકપ પહેલા ભારતીય ટીમની આ છેલ્લી વનડે સિરીઝ હતી. આગામી મહિને 23 એપ્રિલ સુધી વિશ્વકપ માટે અંતિમ-15 ખેલાડીઓના નામ આપવાના છે. તેવામાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની પાસે 40થી વધુ દિવસનો સમય છે. 


ભારતની નબળી બેટિંગ લાઇનઅપ પણ આ સિરીઝમાં ખુલ્લી પડી ગઈ, નંબર-4 અને નંબર-5નું સ્થાન. આ બંન્ને સ્થાનોના દાવેદાર અંબાતી રાયડૂ અને લોકેશ રાહુલને દિલ્હી વનડેમાં બહાર બેસાડવામાં આવ્યા હતા. રિષભ પંત (વિકેટકીપર બેટ્સમેન)ને શાનદાર તક મળી પરંતુ તે પોતાના હોમગ્રાઉન્ડમાં માત્ર 16 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી ટીમના 68 રનના સ્કોર પર આઉટ થયો તેવામાં પંત પર જવાબદારી હતી પરંતુ તે આ તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેનાથી નંબર-4 અને પૂર્વ કેપ્ટન ધોનીના બેકઅપ પર ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યા છે. 



લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ કર્યું Tweet, ધોની અને વિરાટને કરી આ અપીલ


એટલું જ નહીં નંબર-5 પર ઉતરેલી વિજય શંકરે પણ કંઇ ખાસ કર્યું અને તે 21 બોલમાં 16 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેવામાં સવાલ થાય કે શું નંબર-4 પર ધોનીનું સ્થાન પાક્કુ થશે? અથવા દિનેશ કાર્તિકને પંત પર મહત્વ આપતા તેને બેકઅપ કીપર તરીકે ટીમમાં સ્થાન મળશે? 


વનડેમાં છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરતા જે 10માંથી 7 મેચ જીતી છે, તેમાં કાર્તિક અણનમ રહ્યો છે. માત્ર ઈંગ્લેન્ડનો જો રૂટ (9), કોહલી અને ધોની (8) જ તેનાથી સારા જોવા મળ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાર્તિકે સારૂ પ્રદર્શન કર્યું, તેવામાં 21 વર્ષના પંતની પાસે પોતાને સાબિત કરવાની તક હતી. 


બોલિંગમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ સિરીઝમાં વિશ્વના નંબર-1, નંબર-4 અને નંબર-5 બોલરોને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી જે ક્રમશઃ જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છે. આ  છતાં મોહાલીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 359 રનના પહાડી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


આઈપીએલમાં પોતાના વર્કલોડનું મેનેજમેન્ટ કરવું ખેલાડીઓની જવાબદારી છેઃ કોહલી 


આવું પ્રથમવાર બન્યું હતું, જ્યારે ભારતીય ટીમ 350થી વધુનો સ્કોર બચાવ કરવામાં નિષ્ફળ રહી અને ઓસ્ટ્રેલિયાએ 13 બોલ બાકી રાખતા વિજય મેળવી લીધો હતો. દિલ્હીમાં પણ ઓપનર ઉસ્માન ખ્વાજાની વિકેટ 33મી ઓવરમાં પડી હતી. ભારતે એક સમયે 77 બોલમાં 54 રન આપીને 6 વિકેટ પણ ઝડપી પરંતુ ફરી રિચર્ડસન અને પેટ કમિન્સે 8મી વિકેટ માટે 34 રન જોડતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર 272 સુધી પહોંચાડી દીધો હતો. ભારત આ લક્ષ્ય હાસિલ ન કરી શક્યું અને સિરીઝ ગુમાવી હતી.