નવી દિલ્હીઃ India vs Australia, 1st ODI: ટીમ ઈન્ડિયાએ 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. સિરીઝનો પ્રથમ મુકાબલો શુક્રવાર 22 સપ્ટેમ્બરે મોહાલીમાં બપોરે 1.30 કલાકથી રમાશે. મોહાલી વનડે પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ટીમના બે ખતરનાક ખેલાડી પ્રથમ વનડેથી બહાર થઈ ગયા છે અને કેપ્ટને તેની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહાલી વનડે પહેલા ખરાબ સમાચાર
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારત સામે પ્રથમ વનડે મેચમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે સ્ટીવ સ્મિથ ટીમમાં વાપસી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શુક્રવારે ટકરાશે. મેચ પહેલા પત્રકાર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે કહ્યુ- સ્ટાર્ક અને મેક્સવેલ શુક્રવારે મેદાનમાં ઉતરશે નહીં. 


પોતાની ખુદની ઈજા પર અપડેટ આપતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યુ- હું સારો અનુભવ કરી રહ્યો છું. મારી કાંડાની ઈજા ઠીક થઈ ગઈ છે. હું ત્રણ મેચની સિરીઝ રમવાની આશા કરી રહ્યો છું. સ્ટાર્ક કાલે રમશે નહીં. મેક્સવેલ પણ ઉપલબ્ધ નથી. અમે બધાને મેચ રમવાનો સમય આપવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ, કારણ કે ટૂંકમાં વિશ્વકપ શરૂ થશે. 


આ પણ વાંચોઃ મોહાલીમાં ટકરાશે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, આવી હોઈ શકે છે ભારતની સંભવિત પ્લેઇંગ 11


કાંડાની ઈજા 100 ટકા બરાબર
પેટ કમિન્સે કહ્યુ- સ્મિથ ફિટ છે. તે કાલે રમશે અને તેની ઈજા 100 ટકા ફિટ લાગી રહી છે. પેટ કમિન્સ અને સ્મિથ કાંડાની ઈજાનો સામનો કરી રહ્યાં છે. જ્યારે સ્ટાર્ક અને મેક્સવેલ પણ ઈજાનો સામનો કરી રહ્યાં હતા. ભારત સામે વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા વિશ્વકપની તૈયારીઓને આખરી ઓપ આપશે. 


ટીમમાં ચાર ફ્રન્ટલાઈન બોલર સામેલ છે
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ કહ્યું કે તેઓ ટીમમાં ચાર ફ્રન્ટલાઈન બોલરોનો સમાવેશ કરશે, જ્યારે એડમ ઝમ્પાની અસરકારક બોલિંગને ધ્યાનમાં લેતા તેને ડેથ ઓવરોમાં ત્રણથી ચાર ઓવર નાખવાની તક મળશે. પેટ કમિન્સે કહ્યું, 'અમે ચાર ફ્રન્ટલાઈન બોલરોને પસંદ કર્યા છે જે દરેક તબક્કે બોલિંગ કરવા માટે તૈયાર હશે. નોંધનીય છે કે, એડમ ઝમ્પા માત્ર રન રેટ નીચો રાખવામાં જ અસરકારક નથી પરંતુ ડેથ ઓવરોમાં સ્કોર કરવામાં અને કેટલીક વિકેટ લેવામાં પણ અસરકારક છે, જે ખરેખર મહત્વપૂર્ણ પણ છે. જો આપણે તેને 3-4 ઓવર માટે રોકીએ તો નવાઈ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube