IND vs AUS: ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી
IND vs AUS ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં બીજી વનડે અને 27 સપ્ટેમ્બરે રાજકોટમાં છેલ્લી વનડે રમાશે.
IND vs AUS ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ પહેલા ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝમાં બંને ટીમ પોતાની વિશ્વકપની તૈયારીઓને આખરી ઓપ આપશે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. ભારત સામે ત્રણ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણા મહત્વના ખેલાડીઓની વાપસી થઈ છે. ભારત સામે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓ વાપસી કરશે.
22 સપ્ટેમ્બરથી શરૂ થશે વનડે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. તેમાં હવે વધુ સમય બાકી નથી. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી છે, તેની કમાન પેટ કમિન્સને આપવામાં આવી છે. અત્યારે જે ઓસ્ટ્રેલિયન ટીમ આફ્રિકામાં રમી રહી છે તેમાં પેટ કમિન્સ નથી. આ ટીમમાં મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથની વાપસી થઈ છે. આ ખેલાડીઓની વાપસી બાદ કાંગારૂ ટીમ મજબૂત લાગી રહી છે.
Neeraj Chopra: નીરજ ચોપરાને ભારે પડી એક ભૂલ, સપનુ થયું ચકનાચૂર
ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube