ઈન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા મહેમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અંગત કારણોસર સ્વદેશ પરત ફરેલ કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ટીમની કમાન સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. કમિન્સની ગેરહાજરીમાં સ્મિથને ટીમની કમાન મળવી નક્કી હતું કારણ કે તે ટીમનો વાઇસ કેપ્ટન છે. બોલ ટેમ્પરિંગ બાદ સ્મિથ ભારત વિરુદ્ધ ત્રીજીવાર ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે. આ પહેલાં બે ટેસ્ટમાં તેણે ટીમની કમાન સંભાળી છે જેમાં તેનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. તેનો મતલબ છે કે બોલ ટેમ્પરિંગ કેસ બાદ તેણે બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની કરી છે તેમાં ટીમને જીત મળી છે. આ સિવાય ભારતમાં પણ તેનો રેકોર્ડ સારો રહ્યો છે. 2017ના પ્રવાસ પર સ્મિથ કેપ્ટન તરીકે ભારત આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ ટેમ્પરિંગ બાદ કેવો રહ્યો છે સ્મિથનો રેકોર્ડ
2018માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ બોલ ટેમ્પરિંગ કેસ બાદ સ્ટીવ સ્મિથ પર ક્રિકેટમાંથી એક વર્ષ અને કેપ્ટનશિપ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જ્યારે આ પ્રતિબંધ સમાપ્ત થયો તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને કેપ્ટનની જવાબદારી ન સોંપી પરંતુ તેને વાઇસ કેપ્ટન જરૂર બનાવી દીધો. બોલ ટેમ્પરિંગ કેસ બાદ સ્મિથે બે વખત ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે અને પોતાની આગેવાનીમાં ટીમને મોટા અંતરથી જીત અપાવી છે. 


આ પણ વાંચોઃ જબરદસ્ત ફાઈટ આપ્યા બાદ પણ ભારત હારતા દેશની દીકરી ચોધાર આંસુએ રડી પડી, જાણો શું કહ્યુ


બોલ ટેમ્પરિંગ બાદ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલીવાર ટીમની કમાન સંભાળી હતી, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 275 રને જીત મેળવી હતી. ત્યારબાદ 2022માં કાંગારૂઓએ વેસ્ટ ઈન્ડિઝને એડિલેડમાં 419 રને પરાજય આપ્યો હતો. 


ભારતમાં કેવો રહ્યો છે સ્ટીવ સ્મિથનો રેકોર્ડ?
2017ના પ્રવાસ પર સ્ટીવ સ્મિથ કેપ્ટન તરીકે ભારત આવ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 1-2થી ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી. પુણેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 333 રનના મોટા અંતરથી જીત મેળવી હતી, જેમાં સ્મિથે સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ આ સિરીઝમાં 499 રનની સાથે ટોપ સ્કોરર રહ્યો હતો, પરંતુ તે ટીમને શ્રેણી જીતાડી શક્યો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube