નવી દિલ્હી: બેંગલુરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝનો નિર્ણાયક મુકાબલો આજે થશે. બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ટીમ ઇન્ડીયા બીજી વનડે જીતીને વાપસીથી ઉત્સાહિત છે, તો ઓસ્ટ્રેલિયા પહેલી વનડેનું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે. તો બીજી તરફ ભારતીય ટીમમાં ઇજાગ્રસ્ત ઓપનર જોડી શિખર ધવન અને રોહિત શર્માને રમવાને લઇને મેચ પહેલાં નિર્ણય થશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવનને બીજી વનડે બેટીંગ દરમિયાન પાસળીમાં ઇજા પહોંચી હતી જ્યારે રોહિત ફિલ્ડીંગ દરમિયાન 43મી ઓવરમાં ખભા પર ઇજા પહોંચતાં બહાર ગયા છે. ટીમ મેનેજમેન્ટ આ બંને પર ખાસ ધ્યાન રાખી રહ્યું છે. અને એમ ચિન્નાસ્વામીમાં થનાર મેચમાં આ બંનેના રમવાને લઇને અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે.  


બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે 'શિખર ધવન અને રોહિત શર્મા સારી રીતે ઉભરી રહ્યા છે. તેમની ઇજા પર બારીકાઇપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને તે અંતિમ વનડેમાં રમશે કે નહી તેના પર નિર્ણય આજે મેચ પહેલાં લેવામાં આવશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ વનડે બાદ ટીમ ઇન્ડીયાના કેપ્ટને જ્યાં શિખરની ઇજાને લઇને કશું જ કહ્યું ન હતું, તો બીજી તરફ રોહિત શર્મા વિશે તેમણે ચિંતા ન હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે રોહિત મેચ માટે ફિટ થઇ જશે. જો આ બંને રમી શકતા નથી તો અંતિમ મેચમાં ભારતીય બેટ્સમેનો પર ગંભીર સંકટ ઉભું થશે. હાલ ટીમમાં ફક્ત ત્રણ જ સલામી બેટ્સમેન છે.  


ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્તન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહંમદ શમી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube