Ind vs Aus: રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત આ ખેલાડીઓ પર લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવાર (2 જાન્યુઆરી) એક નિવેદન જારી કરી જણાવ્યું કે, ખેલાડીઓના બાયો બબલ તોડવાની તપાસ થઈ રહી છે અને ત્યાં સુધી આ બધાને ભારતીય ટીમથી અલગ કરી આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓ પર આગામી મેચમાં બહાર થવાની તલવાર લટકી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ પર બાયો સિક્યોર બબલ તોડવાનો આરોપ લાગી રહ્યો છે. શુક્રવાર એક જાન્યુઆરીએ ફેને એક વીડિયો જારી કર્યો છે, જેમાં રોહિત, શુભમન ગિલ, રિષભ પંત, પૃથ્વી શો અને નવદીપ સૈની હોટલમાં બેઠા જોવા મળી રહ્યાં છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવાર (2 જાન્યુઆરી) એક નિવેદન જારી કરી જણાવ્યું કે, ખેલાડીઓના બાયો બબલ તોડવાની તપાસ થઈ રહી છે અને ત્યાં સુધી આ બધાને ભારતીય ટીમથી અલગ કરી આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈનીને ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમથી અલગ કરી દેવામાં આવ્યા છે પરંતુ તે ટ્રેનિંગ કરી શકશે.
જુઓ હોટલમાં ભોજન કરતા ટીમના ખેલાડીઓનો વીડિયો
હાલની સ્થિતિ જોતા ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓને આકરા પ્રોટોકોલ હેઠળ ખુબ સુરક્ષિત માહોલમાં રાખવામાં આવ્યા છે, જેથી બંન્ને ટીમના ખેલાડી સારા વાતાવરણમાં રહી શકે. બીસીસીઆઈ અને સીએ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરશે કે તેનું બહાર જવુ બાયો સિક્ટોરિટી પ્રોટોકોલના ઉલ્લંઘનમાં આવે છે કે નહીં.
14 દિવસ માટે કરવામાં આવી શકે છે ક્વોરેન્ટાઇન
બાયો બબલથી અલગ થવાને કારણે આ બધા ખેલાડીઓ પર 14 દિવસના ક્વોરેન્ટાઇનમાં જવાનો નિયમ લાગૂ કરી શકાય છે. જો આમ થાય તો રોહિત સહિત આ ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. આ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે જ્યારે 14 દિવસના ક્વોરેન્ટાઇનનો સમયગાળો 15 જાન્યુઆરી સુધી ચાલશે.
ગાંગુલીની તબીયત સ્થિર, એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટરે જણાવ્યું- ક્રિટિકલ હતું બ્લોકેજ
આ ખેલાડીઓ પર લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ
બાયો સિક્યોરિટી પ્રોટોકોલ તોડવામાં ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર રિષભ પંત, ઓપનર પૃથ્વી શો અને શુભમન ગિલની સાથે બોલર નવદીપ સૈનીનું નામ આવી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન આવી ઘટના જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube