IND vs AUS: ટીમ ઈન્ડિયા આજની મેચથી વર્લ્ડ કપ 2023ના પોતાના સફરની શરૂઆત કરશે. ચેન્નાઈથી ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડ કપ સફરનો પ્રારંભ કરશે. આજે ચેન્નાઈમાં વિશ્વકપના મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા. એક તરફ હશે કેપ્ટન રોહિત શર્માની શાનદાર ટીમ તો બીજી તરફ હશે પેટ કમિન્સની કમિટેડ ટીમ. મેચના ઠીક પહેલાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ-11ને લઈને ખુલ્યું મોટું રહસ્ય, આ ખેલાડીઓના પત્તાં કાપી શકાય છે!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ODI વર્લ્ડ કપ-2023 માં આજે ચેન્નાઈના મેદાનમાં બપોરે 2 વાગ્યાથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર લાઈવ જોવા મળશે. એક તરફ ચાહકો માત્ર મેદાન પર રોમાંચની રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ મેચના ઠીક પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું મોટું નિવેદન સામે આવ્યું છે. શતકવીર શુભમન ગિલમાં આજની મેચમાં રમશે કે નહીં? કોણ કોણ હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આ અંગે રોહિત શર્માએ ખોલ્યાં રાજ. 


શુભમન ગિલ રમશે કે નહીં?
શતકવીક શુભમન ગિલ આજની મેચમાં ટીમમાં હશે કે નહીં તે અંગે રોહિત શર્માએ સ્પષ્ટતા કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતુંકે, અમે ઈચ્છીએ છીએકે, ગિલ મેચમાં રમે. ગિલ સારા ફોર્મમાં છે. શુભમન ગિલ ઘાયલ નથી થયો તે બીમાર છે. તેથી ડોક્ટર સતત તેનું મોનિટરિંગ કરી રહ્યાં છે. મેચના ઠીક પહેલાં પણ જો તે સ્વસ્થ હશે તે તે ટીમનો હિસ્સો બનશે. ડોક્ટરના રિપોર્ટના આધારે આ અંગે નિર્ણય લેવામાં આવશે.


કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવન અંગે વાત કરતા અને ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે વાત કરતા એવું પણ જણાવ્યું હતુંકે, હાર્દિક અમારા માટે માત્ર પાર્ટ ટાઈમ બોલર નથી તે ફૂલ સ્ટ્રેન્થ ફાસ્ટ બોલર છે. તેથી મને એક સ્પિનર વધારે રમાડવાની લકઝરી મળી શકે છે. અને અશ્વિન ટીમમાં હશે તો અમારી બેટિંગ લાઈનઅપ પણ ડીપ સુધી રહેશે તે એક સ્ટ્રોંગ પાસુ છે. વધુમાં રોહિત પ્લેઇંગ-11માં વધારે ફેરફાર કરવાનું ટાળવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં, તેણે સંકેત આપ્યો કે જો વર્લ્ડ કપ દરમિયાન ફિટનેસની કોઈ સમસ્યા નથી, તો ટીમના 9-10 ખેલાડીઓ મોટાભાગની મેચો રમશે. પ્લેઈંગ-11માં સંજોગોના આધારે એક કે બે ફેરફાર થઈ શકે છે. ભારતીય કેપ્ટને કહ્યું, 'અમે ચોક્કસપણે એક એવી ટીમ બનવા માંગીએ છીએ જ્યાં અમે શ્રેષ્ઠ પ્લેઇંગ-11ને મેદાનમાં ઉતારવા માંગીએ છીએ પરંતુ તમે તમારી સામેના સંજોગોના આધારે તમારી શ્રેષ્ઠ ઇલેવન પસંદ કરી શકો છો. 


3 સ્પિનરોને મળશે સ્થાન!
ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફાસ્ટ બોલિંગને કારણે તેની પાસે પ્લેઈંગ-11માં 3 સ્પિનરોનો સમાવેશ કરવાનો વિકલ્પ હશે. સ્પિન અટેકની વાત કરવામાં આવે તો ભારત પાસે લેગ સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની તિકડી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે સંકેત આપ્યો હતો કે ચેપોકમાં આ ત્રણેયને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે.