ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-2થી પાછળ થઈ ગઈ છે. મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં કાંગારુ ટીમે ટીમ ઈન્ડિયાને 184 રનથી હરાવી દીધી. હવે સિડનીમાં સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે. આ મેચ જીતીને ભારત સિરીઝને બરાબરી પર સમાપ્ત કરી શકે છે. મેલબર્નમાં હાર બાદ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ક્રિટિક્સના નિશાને છે. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકાર્યાને બાદ કરતા તેઓ સિરીઝમાં સંપૂર્ણ રીતે ફેલ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ પર ઉઠ્યા સવાલ
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસનનું માનવું છે કે વિરાટ કોહલીના મગજમાં શું ચાલે છે તે કોઈ જાણતું નથી. 36 વર્ષનો વિરાટ કોહલી ટેસ્ટ મેચોમાં સંઘર્ષ કરી રહ્યો છે. તે સાતમા આઠમા સ્ટમ્પ લાઈન પર ફેકાયેલા બોલનો પીછો કરતા આઉટ થયો છે. મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં વિરાટ કોહલી એકવાર ફરીથી મિચેલ સ્ટાર્કના બોલ પર કવર ડ્રાઈવ રમવાની લ્હાયમાં ઓફ સ્ટમ્પના બહારના બોલ પર આઉટ થયો. કોહલીના કેટલાક પ્રશંસકોએ નિવૃત્તિ વિશે વિચારવા માટે પણ કહી દીધુ. 


વિરાટને ખબર છે શું થઈ રહ્યું છે
અતુલ વાસને કહ્યું કે વિરાટ કોહલીની કરિયર માટે એક સક્સેશન પ્લાન હોવો જોઈએ. વાસનનું માનવું છે કે કોહલી પોતે પણ જાણે છે કે તેમનું ફોર્મ સારું નથી. તેમણે કહ્યું કે, વિરાટને પણ ખબર છે કે શું થઈ રહ્યું છે. તેઓ માનસિક રીતે ખુબ મજબૂત છે. એક ખેલાડી હંમેશા વિચારે છે કે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હજું બાકી છે. પરંતુ આ લાંબો સમય થઈ ગયો છે અને તે ટીમને પ્રભાવિત કરી રહ્યો છે. 


સક્સેશન પ્લાન હોવો જોઈએ
વાસને વધુમાં કહ્યું કે "જ્યારે કોઈ ખેલાડી સતત ખરાબ પ્રદર્શન કરે તો તેના ઉપર દબાણ વધે છે. આ પ્રકારની સ્થિતિમાં એક સક્સેશન પ્લાન હોવો જરૂરી છે. તે મેનેજમેન્ટ, ટીમ અને ક્રિકેટ સંરચના માટે પણ યોગ્ય નથી કે આપણને ખબર ન હોય કે આગળ શું થશે." 2024માં કોહલીનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. તેણે આ વર્ષે ફક્ત એક સદી અને એક અડધી સદી ફટકારી છે. તેની સરેરાશ પણ 24થી થોડી વધુ રહી છે.