IND vs AUS, U-19 WC SemiFinal: ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં, હવે અંગ્રેજો જોડે લેશે બદલો
ભારતના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. અંડર 19 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયા હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. હવે ફાઈનલમાં અંગ્રેજો સામે બદલો લેશે. એટલેકે, ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટક્કર લેશે.
નવી દિલ્લીઃ ભારતના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. અંડર 19 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયા હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. હવે ફાઈનલમાં અંગ્રેજો સામે બદલો લેશે. એટલેકે, ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટક્કર લેશે.સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવ્યું હતું. હવે ફાઈનલ મેચમાં ભારત 5 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
સેમિફાઈનલ મેચમાં પણ ફાઈનલ જેવો જ રોમાંચ જોવા મળ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાની યુવા પ્રતિભાઓ આ ટૂર્નામેન્ટમાંથી ઉભરીને સામે આવી છે. એમાંથી જ કેટલાંક ખેલાડીઓ આગામી સમયમાં આપણને ટીમ ઈન્ડિયાની સીનીયર ટીમમાં રમતા દેખાય તો નવાઈ નહીં. આ એજ ખેલાડીઓ છે જેમની પસંદગીથી માંડીને જેમની ટ્રેનિંગ હાલના ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કરી હતી.
કેપ્ટન યશ ધુલની શાનદાર સદી-
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા. કેપ્ટન યશ ધુલે 110 અને શેખ રાશિદે 94 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી વિકી ઓસ્તવાલને ત્રણ જ્યારે નિશાંત સિંધુ અને રવિ કુમારને બે-બે સફળતા મળી હતી.
ભારત સતત ચોથી વખત ફાઇનલમાં-
ભારતે સતત ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે કારણ કે ઇંગ્લિશ ટીમ પણ ફોર્મમાં છે અને તે ભારતની જેમ ટુર્નામેન્ટમાં અજેય છે.
ભારતે 96 રનથી જીત મેળવી હતી-
ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રને હરાવ્યું હતું.