નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. આ મહત્વના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયા તમામ નબળાઈઓ દૂર કરવા માટે મેદાન પર ખૂબ મહેનત કરી રહી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી તો આ ટેસ્ટ પહેલા પોતાની નબળાઇઓને દૂર કરી પોતાની શક્તિનો વધારો કરવામાં આવી લાગી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન મોટા શોટ્સ ફટકારતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મેદાન ભારતીય મેદાનો કરતા થોડા મોટા હોય છે તો તેવામાં કોહલીએ બે ફીલ્ડરો વચ્ચેથી ગેપનો ફાયદો ઉઠાવવા માટે પ્રેક્ટિસમાં આ પ્રકારનો શોટ્સ રમતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, કોહલી હંમેશા માને છે કે, તેને સિક્સ ફટકારવી પસંદ નથી. તેનું માનવું છે કે, જ્યારે તે ગ્રાઉન્ડ શોટ્સ લગાવીને કે બાઉન્ડ્રી ફટકારીને રન બનાવી શકે છે તો મોટા શોટ્સ કેમ રમે. ટેસ્ટ સિરીઝ પહેલા આ જ છે કોહલીનો વિરાટ પ્લાન. 


IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે 

તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોની ફોજ પણ નેટ પર પરસેવો પાડી રહી છે. ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગની ધાર અને ગતિની સાથે સાથે લાઇન અને લેન્થ બરાબર રાખવા માટે પ્રેક્ટિસ કરી હતી. 



તમને જણાવી દઈએ કે, ભારત ક્યારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. આ વખતે ભારતીય ટીમ પાસે આ રેકોર્ડને બદલવાની ગોલ્ડન તક છે. તેનું કારણ છે કે, આ વખતે ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે ભારત સામે ટેસ્ટ સિરીઝમાં રમવાના નથી.