નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે જોરદાર ડ્રામા થયો હતો. વિરાટ કોહલી વિવાદાસ્પદ રીતે પોતાની વિકેટ ગુમાવી બેઠો. ઓન ફીલ્ડ અમ્પાયરે તેને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો, ત્યારબાદ રીવ્યૂની અપીલ પર થર્ડ અમ્પાયરે પણ આ નિર્ણય યથાવત રાખ્યો. 44 રન પર આઉટ થનાર વિરાટ કોહલી આ નિર્ણયથી નારાજ હતો. ડ્રેસિંગ રૂમની અંદર પૂર્વ કેપ્ટનનો ગુસ્સો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો. ખુરશીમાં હાથ મારીને તે તેની ભડાસ કાઢતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ વાંવાર ટીવી પર આ વિકેટની રીપ્લે જોઈ રહ્યાં હતા. 


પહેલા બેટ કે પેડ?
વિરાટ કોહલીનું આઉટ થવું, ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. તે અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો. કોહલી શાનદાર રીતે પોતાની લયમાં જોવા મળી રહ્યો હતો. 84 બોલની ઈનિંગ દરમિયાન આઉટ થતાં પહેલા તે માત્ર પાંચ વખત બીટ થયો કે બોલ સરીર પર વાગ્યો હતો. 50મી ઓવરનો ત્રીજો બોલ સ્પિનર મેથ્યૂ કુડનેમૈનને રોકવાના પ્રયાસમાં પેડ પર ટકરાયો. જોરદાર અપીલ પર અમ્પાયર નિતિન મેનને આંગળી ઊંચી કરી દીધી. કોહલીએ તત્કાલ રીવ્યૂ લેવાનો ઈશારો કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube