નવી દિલ્હીઃ બે દિવસ પછી ભારત અને બાંગ્લાદેસ વચ્ચે દિલ્હીમાં રમાનારી ટી20 મેચ પહેલા બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો (Russell Domingo)નું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીની પરિસ્થિતિઓ અનુકૂળ નથી, પરંતુ આવું બંને ટીમ માટે છે અને તેમણે તેનો સામનો કરવાનો છે. સતત ખરાબ થઈ રહેલા હવામાનના કારણે મેચ અંગે બધા જ લોકો ચિંતિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોમિંગોનું નિવેદન
બાંગ્લાદેશી ટીમના કોચ ડોમિંગોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હવામાન સારું છે, વધુ ગરમી પણ નથી કે પવન પણ નથી ચાલી રહ્યો, પરંતુ ધૂમ્મસ જરૂર ચિંતાનો વિષય છે. આ એક આદર્શિ સ્થિતિ નથી, પરંતુ અમે તેની ફરિયાદ નથી કરી રહ્યા."


Pollution: દિલ્હીમાં પ્રદુષણ, બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને કરી પ્રેક્ટિસ


તેમણે વધુમાં કહ્યું કે, "કેટલાક ખેલાડીને આંખો અને ગળામાં બળતરાની સમસ્યા ઊભી થઈ છે, પરંતુ ચાલે એમ છે. કોઈ બિમાર નથી કે કોઈ મરી નથી રહ્યું. અમે આવા હવામાનમાં મેદાન પર 6 કે 7 કલાકથી વધુ રહેવા માગતા નથી. અમે ત્રણ કલાકની મેચ રમી રહ્યા છીએ અને ત્રણ કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છીએ."


દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવા આદેશ


IND vs BAN T20: પ્રથમ મેચ પહેલા ભારતની ચિંતા વધી, રોહિતને વાગ્યો બોલ


શાકિબના કારણે થશે નુકસાન 
શાકિબ અંગે ડોમિંગોએ કહ્યું કે, અમારી ટીમના દરેક ખેલાડીને શાકીબની ગેરહાજરી ખલશે. તે એક શ્રેષ્ઠ ક્રિકેટર અને વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર છે. બધા જ ખેલાડી તેને આદર્શ માને છે અને તેને ગુમાવવો અમારા માટે મોટું નુકસાન છે. જોકે, તેણે જે ભુલ કરી છે તેનું પરિણામ તો ભોગવું જ પડે. તેની ગેરહાજરીનો અમારી ટીમના પ્રદર્શન પર ખરાબ અસર થશે, પરંતુ કોચ તરીકે મારું કામ ટીમને વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનું છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...