BCCIની તીવ્ર ઈચ્છા, ઈડન ગાર્ડનમાં રમાય પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, BCBને પ્રસ્તાવ મોકલ્યો
થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયા ડે નાઈટ મેચ રમવાની વિરુદ્ધમાં હતીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી બોર્ડનો દ્રષ્ટિકોણ બદલાયો છે.
નવી દિલ્હી: થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયા ડે નાઈટ મેચ રમવાની વિરુદ્ધમાં હતીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી બોર્ડનો દ્રષ્ટિકોણ બદલાયો છે. પહેલા ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળીને આ મુદ્દે સહમતિ મેળવી અને ત્યારબાદ એવા અહેવાલ છે કે બોર્ડ આગામી ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેત દિવસ રાત રમાડવા માંગે છે.
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ભારતની પહેલી દિવસ રાત નાઈટ ટેસ્ટ મેચ થઈ શકે છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હજુ તેના પર સહમતિ આપવાની બાકી છે. બીસીબીના ક્રિકેટ ઓપરેશન ચેરમેન અક્રમ ખાને રવિવારે પત્રકારોને કહ્યું કે તેમણે (બીસીસીઆઈ)એ અમને એક દિવસ રાત ટેસ્ટ પ્રસ્તાવ આપ્યો છે. અમે તેના પર ચર્ચા કરીને પછી તેમને જણાવીશું.
જુઓ LIVE TV