બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતની Playing 11 ફાઇનલ! રોહિત કરશે આ ખેલાડેઓને કુર્બાન?
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2022 માં 2 નવેમ્બરના રોજ મુકાબલો રમાશે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે.
India vs Bangladesh ICC T20 World Cup 2022: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 નવેમ્બરના રોજ એડિલેડના ઓવલ મેદાન પર મુકાબલો રમાશે. આ મેચને જીતીને ટીમ ઇન્ડીયા સેમીફાઇનલની ટિકીટ મેળવી શકે છે. ભારતીય ટીમ માટે આ મુકાબલો કરો યા મરોવાળો છે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ટીમ ઇન્ડીયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. પ્લેઇંગ ઇલેવનમાંથી ઘણા સ્ટારને બહારનો રસ્તો જોવો પડ્યો હતો.
આ હશે ઓપનિંગ જોડી
ટી20 વર્લ્ડકપ 2022 માં કેએલ રાહુલ પોતાના નામના અનુરૂપ પ્રદર્શન કરી શકતા નથી. તેમના બેટ વડે એકપણ મોટી ઇનિંગ આવી નથી. તો બીજી તરફ કેપ્ટન રોહિત શર્માએ નેધરલેંડ વિરૂદ્ધ શાનદાર 53 રન બનાવ્યા. પત્રકાર પરિષદમાં કોચ રાહુલ દ્રવિડ કહી ચૂક્યા છે કે રોહિત સાથે કેએલ રાહુલ જ ઓપનિંગ કરવા ઉતરશે. આ બંને જ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં માહિર છે.
નંબર ત્રણ પર ઉતરશે આ બેટ્સમેન
ગત એક દાયકાથી ભારત માટે નંબર ત્રણ પર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન બનીને સામે આવ્યા છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને અનેક મેચ જીતાડી છે. જ્યારે તે પોતાની લયમાં હોય તો ગમે તે બોલરનો છોતરા કાઢી નાખે છે. ટી20 વર્લ્ડકપમાં તે ખૂબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમણે પાકિસ્તાન અને નેધરલેંડ વિરૂદ્ધ શાનદાર ફિફ્ટી ફટકારી છે.
આવો રહી શકે છે મિડલ ઓર્ડર
નંબર ચાર પર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. તેમણે પોતાની ખતરનાક બેટીંગ વડે બધાના દિલ જીત્યા છે. સાથે જ આફ્રીકા વિરૂદ્ધ તેમણે ધમાકેદાર 68 રનની ઇનિંગ રમી હતી. પાંચમા નંબર માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને તક મળી શકે છે. તે ધાકડ બેટીંગ અને બોલીંગમાં માહિર છે. વિકેટકિપરની જવાબદારી ઋષભ પંતને સોંપવામાં આવી શકે છે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ મેચમાં દિનેશ કાર્તિક ઇજાગ્રસ્ત થયા હતા.
રોહિતને છે આ બોલરો પર વિશ્વાસ!
ફાસ્ટ બોલર આક્રમક નેતૃત્વ ભુવનેશ્વર કુમાર કરતા જોવા મળે છે. તેમનો સાથ આપવા માટ અર્શદીપ સિંહ અને મોહમંદ શમીને તક મળે શકે છે. અર્શદીપ સિંહ ટી20 વર્લ્ડકપમાં સારી રમત રમી રહ્યા છે અને ખૂબ વ્યાજબી સાબિત થયા છે.
આ બે ખેલાડી થઇ શકે છે બહાર
રવિચંદ્રન અશ્વિન સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ખૂબ જ મોંઘા સાબિત થયા હતા. તેમણે પોતાની ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. એવામાં તેમની જગ્યાએ યુજવેંદ્ર ચહલનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ દીપક હુડ્ડાની જગ્યાએ અક્ષર પટેલને તક મળી શકે છે.
બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતની સંભવિત પ્લેઇંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમંદ શમી, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ.