નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ઢાકામાં પહેલી વન-ડે મેચ રમાશે..ભારતીય ટીમ ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમશે..જ્યારે બાંગ્લાદેશની કમામ લિટન દાસ સભાળશે. બંને દેશ વચ્ચેની પહેલી વન-ડે મેચ ઢાંકાના શેરે-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઓપનર રોહિત શર્મા આ મેચથી ટીમમાં રહશે વાપસી. રોહિત શર્માને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલ ઈજાગ્રસ્ત થતાં ટીમની કમાન લિટન દાસને સોંપાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ સામે સીનિયર ખેલાડીઓની થશે વાપસી-
કેપ્ટન રોહિત શર્મા સહિત અનેક ખેલાડીઓ સીરિઝમાંથી કરશે વાપસી. વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિતના ખેલાડીઓની થશે વાપસી. આ ખેલાડીઓ T20 વર્લ્ડ કપ-2022 બાદ પહેલીવાર મેદાન પર પણ જોવા મળશે..આ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં શિખર ધવને સંભાળી હતી ટીમી કમાન. આ સીરીઝ માટે ધવન પણ ટીમ સાથે જોડાશે.


મેચમાં હવામાન કેવું રહેશે?
ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં 2 વન-ડે મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિ તે ઢાંકામાં જોવા નહીં મળે.. વરસાદ ફરીથી મેચને ખલેલ પહોંચાડશે. મીરપુરમાં સાંજે હવામાન ઠંડુ રહેવાની અપેક્ષા છે. દિવસ દરમિયાન અહીં તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.


 


મેચમાં સ્પિનરોમાં મળશે ફાયદો-
મીરપુર સ્ટેડિયમની પીચ સ્પિન બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. આ પહેલા પણ જોવા મળ્યું છે. તે જ સમયે, ક્રિકેટ પ્રેમીઓ મોટા સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકે છે. આ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 53 મેચ જીતી છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 59 મેચ જીતી છે. ઢાકામાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 228 રન છે. ઢાકામાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બોલિંગ કરવા માગશે.