IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ
India vs Bangladesh: 33 વર્ષીય અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
ઈન્દોરઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (r ashwin) ગુરૂવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ (indore test) દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. તેણે બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને (Mominul Haque) 37 રન પર બોલ્ડ કરતા મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી, જ્યારે ભારતીય મેદાન (home test) પર આ તેની 250મી ટેસ્ટ વિકેટ હતી. આ સાથે તે અનિલ કુંબલે (anil kumble) અને હરભજન સિંહની (harbhajan singh) ક્લબમાં સામેલ થઈ ગયો છે.
તે ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. તેની પહેલા કુંબલે અને હરભજન સિંહ આ મુકામ હાસિલ કરી શક્યા હતા. ભારતમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો કુંબલે સૌથી આગળ છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર કુંબલેએ ઘરેલૂ મેદાન પર 63 ટેસ્ટ મેચોમાં 350 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે 55 ટેસ્ટ મેચોમાં 265 વિકેટ લીધી છે.
હવે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, સંસદમાં બિલ પાસ, 10 વર્ષની સજાની જોગવાઈ
ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં અનિલ કુંબલેએ 619 અને કપિલ દેવે 434 વિકેટ લીધી છે. તો હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. આ મેચ પહેલા અશ્વિનના નામે ભારતમાં રમેલી 41 ટેસ્ટ મેચોમાં 249 વિકેટ હતી. અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેના નામે 69 ટેસ્ટ મેચોમાં 358 વિકેટ છે. તે ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટ પૂરી કરનાર બોલર છે.
ઉલ્લેખનીય છે કે ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ભારતે તેને 2-1થી પરાજય આપ્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube