કલકત્તા; દર્શકોને વધુમાં વધુ સંખ્યામાં સ્ટેડિયમ સુધી લઇ જવા માટે બંગાળ ક્રિકેટ સંઘ (CAB)એ આગામી મહિને ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ઇડન ગાર્ડન્સ (Eden gardens)માં યોજાનારી બીજી ટેસ્ટ મેચની ટિકીટોની ઓછામાં ઓછી કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 22 થી 26 નવેમ્બર સુધી ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમા6 બીજી ટેસ્ટ મેચ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ટિકીટોના દર
સીએબીના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે ''ઇડન ગાર્ડન્સમાં ટિકીટની કિંમત 200, 150, 100 અને 50 રૂપિયા રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે 'અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મેચ જોવા માટે આવે, એટલા માટે અમે આમ કર્યું છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બાંગ્લાદેશી ક્રિકેટર સોમવારે હડતાળ પર છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગો પુરી થતી નથી ત્યારે કોઇપણ ક્રિકેટ ગતિવિધિઓમાં ભાગ લેશે નહી. 

2019 ની સૌથી સફળ ટીમ બની 'વિરાટ બ્રિગેડ, બનાવ્યો સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ


બીસીબી જઇને કર્યું હડતાળનું એલાન
બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સવાલ ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાકિબ, અલ હસન, તમીમ ઇકબાલ અને મુશ્ફીકુર રહીમ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) મુખ્યાલય પર પહોંચ્યા જ્યાં તેમણે 11 સૂત્રી પોતાના માંગો બોર્ડ સમક્ષ રાખી અને હડતાળની જાહેરાત કરી હતી. 


શેખ હસીના આવી શકે છે મેચ જોવા
તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સૌરભ ગાંગુલી (Sourav Ganguly) એ પુષ્ટિ કરી છે કે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનાર ટેસ્ટ મેચને જોવા માટે તેમનું નિમંત્રણ સ્વિકાર કરી લીધું છે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 22 થી 26 નવેમ્બર સુધી ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં ટેસ્ટ મેચ રમશે. જો બધુ નક્કી કાર્યક્રમ અનુસાર થાય છે તો વડાપ્રધાન નરેંદ્ર મોદી અને તેમની બાંગ્લાદેશી સમકક્ષને કલકત્તા ટેસ્ટ મેચ માટે આમંત્રિત કરવામાં આવશે. 

ટીમ ઇન્ડીયાનો દિવાળી પહેલાં ધમાકો, સાઉથ આફ્રીકાનો 3-0થી સફાયો


ગાંગુલીએ કહ્યું કે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મેચ માટે આમંત્રિત કરવામાં આવશે. બાંગ્લાદેશને ભારત પ્રવાસ પર ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમવાની છે. ત્યારબાદ બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ત્યારબાદ બે ટેસ્ટ મેચોની સીરીઝ પણ રમવાની છે. બાંગ્લાદેશના ભારત પ્રવાસની શરૂઆત ત્રણ નવેમ્બરથી થઇ રહી છે જ્યાં બંને ટીમો દિલ્હીમાં પહેલી ટી-20 રમશે.