નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ટી20 સીરીઝનો આગાજ રવિવારે દિલ્હીમાં થઇ રહ્યો છે. આ મેચને લઇને દિલ્હીમાં પ્રદૂષણને લઇને ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આયોજકો અને ટીમો મેચની તૈયારીમાં લાગી ગઇ છે. આ સીરીઝ માટે નિયુક્ત કરવામાં આવેલા ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને અહીં અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટી-20 મેચ પહેલાં ઇજા પહોંચી હતી, પરંતુ પછી તે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે પહોંચી હતી ઇજા
રોહિત બેટીંગ કોચ વિક્રમ રાઠોર અને શ્રીલંકાના નુવાન સેનેવિરત્ને સાથે અભ્યાસ કરી રહ્યા હતા કે અચાનક એક બોલ તેમના પેટના જમણા ભાગ પર વાગ્યો. ત્યારબાદ તે તાત્કાલિક નેટ સેશનથી બહાર જતા રહ્યા હતા. ત્યારબાદ તે સેશન માટે અભ્યાસમાં પરત ફર્યા નહી. તેથી ટીમ ઇન્ડીયાના ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ટીમ ઇન્ડીયામાં પહેલાં જ વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. 

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ


બીસીસીઆઇએ આપી ક્લિન ચીટ
પછી બીસીસીઆઇની મેડિકલ ટીમે રોહિત શર્માને રવિવારે યોજાનારી મેચ માટે ફિટ જાહેર કરી દીધો છે. બીસીસીઆઇએ કહ્યું કે 'રોહિતને તેમના પેટના જમણા ભાગમાં ઇજા પહોંચી હતી જે આજે (શુક્રવારે) નેટ પર અભ્યાસ કરી રહ્યા હતા. બીસીસીઆઇની મેડિકલ ટીમે તેમની તપાસ કર્યા બાદ આ વાતની પુષ્ટિ કરી છે કે તે હવે ફિટ છે અને રવિવારે યોજાની પ્રથમ ટી20 માટે ઉપલબ્ધ છે. 

આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા


શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે રોહિત શર્મા
કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત પર બેટીંગનો ભાગ રહેશે. તે હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ થયેલી સિરીઝમાં તેમણે દમદાર પ્રદર્શન કર્યું હતું અને તે પહેલાં ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં યોજાયેલા વર્લ્ડકપમાં તેમણે દમદાર પ્રદર્શન કર્યું હતું.