લોર્ડ્સ: ભારત અને ઇગ્લેંડ વચ્ચે લોર્ડ્સમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચનો આજે પાંચમો દિવસ છે. ભારતીય ટીમે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડીયાએ બીજી ટેસ્ટમાં ઇગ્લેંન્ડને 151 રનથી હરાવીને સાત વર્ષ પછી લોર્ડ્સમાં જીત નોંધાવી છે. ટીમ ઇન્ડીયા દ્વારા આપવામાં આવેલા 272 રનના જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ ખરાબ રહી છે. ઇંગ્લેન્ડની આખી ટીમ બીજી ઇનિંગમાં 120 રનમાં સમેટાઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે બીજી ઇનિંગમાં મોહમંદ સિરાઝે ચાર અને જસપ્રીત બુમરાહએ ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત ઇશાંત શર્માએ બે વિકેટ મળી. 

IND vs ENG: Jasprit Bumrah-Mohammed Shami એ તોડ્યું ઇંગ્લેન્ડનું અભિમાન, તાબડતોડ બેટીંગ કરી પલટી દીધી બાજી


બોલરોએ જીતાડી મેચ
આ મેચના હીરો ભારતના બોલર રહ્યા. ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલરોએ ફક્ત બે સેશનમાં આખી ઇગ્લેંન્ડની ટીમને આઉટ કરી દીધી. ભારત તરફથી મોહમંદ સિરાઝે ફરી એકવાર ફરીથી 4 વિકેટ લીધી હતી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ઇશાંત શર્માએ 2 અને મોહમંદ શમીએ 1 વિકેટ લીધી હતી. 


બુમરાહ-શમીએ ઇગ્લેંન્ડ પાસેથી છીનવી મેચ
પાંચમા દિવસના પ્રથ્મ સેશનમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમંદ શમીની શાનદાર બેટીંગએ ઇંગ્લેન્ડના હાથમાંથી લગભગ આ મેચને ખેંચી લીધી છે. જોકે આ બંને  ખેલાડીઓ વચ્ચે 9મી વિકેટ માટે લંચ સુધી 77 રનોની ભાગીદારી થઇ ચૂકી છે. શમી 52 અને બુમરાહ 30 રન બનાવીને અણનમ રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube