નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આજે ચોથા દિવસે લંચ પહેલા 3 વિકેટ પડી ગયા બાદ પુજારા અને રહાણેએ ટીમ ઈન્ડિયાને સંભાળી હતી. પરંતુ પછી ફટાફટ વિકેટ પડી. ખરાબ રોશનીના કારણે રમત વહેલી પૂરી થઈ. ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ઋષભ પંત અને ઈશાંત શર્મા રમતમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા દિવસની રમત
આજે ખરાબ રોશનીના કારણે ચોથા દિવસની રમત જલદી પૂરી કરી દેવાઈ. ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટ ગુમાવીને 181 રન છે. ભારત ઈંગ્લેન્ડ કરતા 154 રન આગળ છે. આજે જ્યારે ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ રાહુલની વિકેટ ગુમાવી. ત્યારબાદ રોહિત પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો. વિરાટ કોહલી આજે પણ કઈ ઉકાળી શક્યો નહીં. રાહુલ 5 રન કરીને, રોહિત શર્મા 21 રનઅને કોહલી 20 રન બનાવીને આઉટ થઈ ગયા. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા અને રહાણેની જોડી જામી. પણ પૂજારા 45 રન અને રહાણે 61 રન બનાવીને પાછા ફર્યા. રવિન્દ્ર જાડેજા પણ 3 રન બનાવીને આઉટ થયો. ઋષભ પંત 14 રન અને ઈશાંત શર્મા 4 રનના સ્કોર પર રમતમાં છે. હજુ 4 વિકેટ બાકી છે. હવે કાલે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારતીય ટીમ સામે મેચ જીતવા માટે મોટો  પડકાર છે. 


ત્રીજા દિવસની રમત
મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી ફટકારી અને ટીમનો સ્કોર સન્માનજનક સ્તરે પહોંચાડ્યો. 180 રનની અણનમ ઈનિંગ રમીને જો રૂટે ઈંગ્લિશ ટીમનો સ્કોર 391 પર પહોંચાડ્યો. 


બીજા દિવસની રમત


ઈંગ્લેન્ડનો બીજો દાવ 
ભારતીય ટીમ ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ શરૂ થયો. જો બે વિકેટ ઉપરાઉપરી ગુમાવ્યા બાદ બર્ન્સ અને રૂટે રમત સંભાળી હતી. સિબ્લી 11 રન અને હમીદ શૂન્ય રને આઉટ થયા. ત્યારબાદ જોસેફ બર્ન અને જો રૂટે ધીમે ધીમે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું. જો કે 49 રનના અંગત સ્કોરે બર્ન્સ પણ આઉટ થઈ ગયો અને અડધી સદી ચૂકી ગયો. ત્યારબાદ જ્હોની બેરસ્ટ્રો પણ 6 રને આઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો સ્કોર બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 3 વિકેટના નુકસાન પર 119 રન થયો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 34 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે મહમ્મદ શમીએ 22 રન આપી એક વિકેટ લીધી. 


ટીમ ઈન્ડિયા 364 રનમાં ઓલઆઉટ
બીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે કેએલ રાહુલ અને અજિંક્ય રહાણે મેદાનમાં હતા. રમત શરૂ થતા જ ટીમ ઈન્ડિયાએ રાહુલની વિકેટ ગુમાવી. તેણે 250 બોલમાં 129 રનની શાનદાર ઈનિંગ રમી. રહાણે આ મેચમાં પણ ફેલ થયો. પાછળને પાછળ તે પણ 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતે રમત સંભાળી. જોકે 37 રન બનાવીને પંત પણ આઉટ થઈ ગયો. ત્યારબાદ જાડેજાએ સ્કોર બોર્ડ આગળ વધાર્યું પરંતુ તે પણ 40 રન બનાવીને બોલ્ડ થયો. આમ પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 364 રન કર્યા.


પ્રથમ દિવસની રમત


ભારતનો પહેલો દાવ
ભારત તરફથી બેટિંગની શરૂઆત રોહિત શર્મા અને કેએલ રાહુલે કરી. પહેલી વિકેટ માટે 126 રનની શાનદાર ઐતિહાસિક ભાગીદારી કરી. રોહિત શર્મા જો કે સદીથી ચૂકી ગયો અને તેણે 145  બોલમાં 83 રન કર્યા. પૂજારા ફરીથી એકવાર ફ્લોપ સાબિત થયો. માત્ર 9 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ કેએલ રાહુલે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો. એટલું જ નહીં રાહુલે લોર્ડ્સના મેદાન પર સદી પણ ઠોકી. 267 રનના સ્કોર પર રોબિન્સને વિરાટ કોહલીની વિકેટ લીધી. કોહલીએ 193 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 42 રન કર્યા. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 90 ઓવરમાં 276 રન કર કર્યા હતા. 


ઈંગ્લેન્ડે ટોસ જીત્યો
ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલે બેટિંગની શરૂઆત કરી. 


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન


ભારતની પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન- રોરી  બર્ન્સ, ડોમિનિક સિબલી, હસીબ હમીદ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર (વિકેટકિપર), મોઈન અલી, સેમ કુરેન, ઓલી રોબિન્સન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube