નવી દિલ્હીઃ India vs England 2nd Test: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બીજી ટેસ્ટ મેચનો આજથી લોર્ડ્સના મેદાન પર પ્રારંભ થવાનો છે. ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ફેરફાર નક્કી
ટીમ ઈન્ડિયામાં બીજી ટેસ્ટ માટે એક ફેરફાર નક્કી છે. હકીકતમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ઈજાને કારણે આ મેચ રમી શકશે નહીં. તેવામાં તેની જગ્યાએ આર. અશ્વિન, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવમાં કોઈ એકને તક મળી શકે છે. 


એકવાર ફરી રાહુલ અને રોહિત પર રહેશે નજર
ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 84 અને બીજી ઈનિંગમાં 26 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે ડિફેન્સથી લઈને શોટ સિલેક્શન સુધીમાં શાનદાર જોવા મળ્યો હતો. તો રોહિતના બેટ પર પણ બોલ સારી રીતે આવી રહ્યો હતો. તેવામાં એકવાર બધાની નજર ફરી બંને ઓપનરો પર રહેવાની છે. 


આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, વિરાટ સેનાને રાહત! આ ફાસ્ટ બોલર ટેસ્ટ સિરીઝમાંથી બહાર


પુજારા અને રહાણાની જગ્યા પાક્કી
બીજી ટેસ્ટ પહેલા પત્રકાર પરિષદમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધુ કે તેના માટે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનું હાલનું ફોર્મ ચિંતાનો વિષય નથી. ટીમમાં બંનેની જગ્યા પાક્કી છે. તેણે તે સ્પષ્ટ કરી દીધુ કે ટીમ મેનેજમેન્ટ તરફથી રિષભ પંતને તેની નેચરલ ગેમ રમવાની આઝાદી છે. 


ઇશાંત શર્માને મળી શકે છે તક
કોહલીએ પત્રકાર પરિષદમાં તે પણ સંકેત આપ્યો કે ટીમ ચાર ફાસ્ટ બોલરો અને એક સ્પિનર સાથે ઉતરી શકે છે. તેવામાં ઈશાંત શર્માનો રેકોર્ડ જોતા માનવામાં આવી રહ્યું છે કે તેને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. 


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇવેવન- રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube