IND VS ENG: અક્ષર બાદ અશ્વિનનો પણ પંજો, ભારતે 3-1 થી જીતી સિરીઝ
ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 365 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં હવે ભારત પાસે 160 રનની લીડ છે. બારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 101 રન બનાવ્યા છે. પંત ઉપરાંત વોશિંગટન સુંદરે નોટઆઉટ 96 રનની ઇનિંગ રમી
નવી દિલ્હી: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક બાદ ઇંગ્લેન્ડની ફરી બેટિંગ શરૂ થઈ હતી જેમાં ઇંગ્લેન્ડનો (England) સ્કોર 91/6 છે. જ્યારે ભારતે (India) પ્રથમ ઇનિંગમાં 365 રન બનાવ્યા હતા. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ 135 રન પર ઓલઆઉટ થઈ છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિન (R Ashwin) 5 અને અક્ષર પટેલે (Akshar Patel) 5 વિકેટ ઝડપી પાડી છે. ત્યારે ભારતે 25 રનથી ઇંગ્લેન્ડ સામે જીત હાંસલ કરી છે.
ઇંગ્લેન્ડ 135 પર ઓલઆઉટ
ભારતે ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચમાં 25 રનથી હરાવ્યું છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 135 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. આ સાથે ભારતે 3-1 થી સિરીઝ પોતાના નામે કરી છે.
જીતથી એક વિકેટ દૂર ટીમ ઇન્ડિયા, લીચ પણ આઉટ
ટીમ ઇન્ડિયા અત્યારે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર એક વિકેટ દૂર છે. ઇંગ્લેન્ડનો જેક લીચ 2 રન બનાવી આઉટ થયો છે. લીચના સ્વરૂપમાં અશ્વિનને તેની ચોથી વિકેટ ઝડપી છે.
લોરેન્સ ફટકારી હાફ સદી, ઇંગ્લેન્ડ અત્યારે 27 રન પાછળ
ત્રીજા દિવસની બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેન લોરેન્સે હાફ સદી ફટકારી છે. આ ઇનિંગમાં અથ્યારે ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી છે અને તે અત્યારે ભારતથી 27 રન પાછળ છે.
ઇંગ્લેન્ડની 8 મી વિકેટ પડી, બેસ પણ પરત ફર્યો
ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં અત્યાર સુધીમાં 8 વિકેટ ગુમાવી છે. ડોમ બેસ 2 રન બનાવી અક્ષર પટેલના બોલ પર આઉટ થયો છે. તે આ ઇનિંગમાં અક્ષરની 5 મી વિકેટછે. ઇંગ્લેન્ડ અત્યારે ભારતથી 38 રન પાછળ છે.
ઇંગ્લેન્ડની 7 મી વિકેટ પડી, ફોક્સ આઉટ
ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની 7 મી વિકેટ પડી ગઈ છે. બેન ફોક્સ અક્ષર પટેલના બોલ પર આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે.
40 ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર 104/6
ત્રીજા દિવસ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવી 104 રન બનાવ્યા છે. ઇંગ્લન્ડ તરફથી બેન ફોક્સ 11 અને ડેનિયલ લોરેન્સ 27 રન બનાવી રમી રહ્યો છે. ઇંગ્લેન્ડ અત્યારે પણ ભારતથી 56 રન પાછળ છે.
ટી બ્રેક સુધી ઇંગ્લેન્ડનો સ્કોર 91/6
ચોથી ટેસ્ટમાં ટી બ્રેક સુધી ઇંગ્લેન્ડની (England) ટીમ 6 વિકેટ ગુમાવી ચૂકી છે અને તેમનો સ્કોર 91 રન છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિન (R Ashwin) અને અક્ષર પટેલે (Akshar Patel) 3-3 વિકેટ ઝડપી પાડી છે. ઇંગ્લેન્ડ અત્યારે ભારતથી 69 રન પાછળ છે.
ઇંગ્લેન્ડની ટીમ ચોથો ઝટકો
અક્ષર પટેલે (Akshar Patel) બેન સ્ટોક્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, ભારત તરફથી હવે રવિચંદ્રન અશ્વિન (R Ashwin) અને અક્ષર પટેલની બે-બે વિકેટ થઈ ગઈ છે.
ઇંગ્લેન્ડે એક બાદ એક ત્રણ વિકેટ ગુમાવી
ઇંગ્લેન્ડનો (England) બેટ્સમેન જેક ક્રાઉલી અને જોની બેયરસ્ટોને આઉટ થયા બાદ હવે ડોમિનિક સિબલી પણ માત્ર 3 રનમાં આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે.
હેટ્રિકથી ચૂક્યો અશ્વિન
આર અશ્વિને (R Ashwin) શાનદાર બોલિંગ કરી છે. તેણે ઇંગ્લેન્ડની (England) મુશ્કેલીમાં વધારો કર્યો છે. અશ્વિને ઇંગ્લેન્ડને (India vs England) એક બાદ એક બે ઝટકા આપ્યા છે. પહેલા તેણે ઓપરન જેક ક્રાઉલીને રોહિતના હાથે કેચ કરાવી આઉટ કર્યો. ત્યારબાદ બીજા બોલ પર તેણે જોની બેયરસ્ટોને રહાણેના હાથે આઉટ કરાવ્યો છે. 11 રન પર ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી છે. કેપ્ટન જો રૂટ અને સિબલી ક્રિઝ પર છે.
ઇંગ્લેન્ડની ઇનિંગ શરૂ, ક્રાઉલી અને સિબલીએ સંભાળ્યો મોરચો
ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલી અને ડોમિનિક સિબલી ઇનિંગ શરૂઆત કરવા ઉત્યાર છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ બોલિંગ કરી રહ્યો છે.
365 પર ઓલઆઉટ થઈ ટીમ ઇન્ડિયા, સુંદર સદી ચૂક્યો
ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 365 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં હવે ભારત પાસે 160 રનની લીડ છે. બારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 101 રન બનાવ્યા છે. પંત ઉપરાંત વોશિંગટન સુંદરે નોટઆઉટ 96 રનની ઇનિંગ રમી.
ભારતની 8 મો ઝટકો, અક્ષર રન આઉટ
પ્રથમ ઇનિંગમાં ભારતને 8 મો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલ 43 રન બનાવી રન આઉટ થયો છે. ભારતનો સ્કોર 365/8
110 ઓવર બાદ ભારતનો સ્કોર 349/7
પ્રથમ ઇનિંગમાં 110 ઓવરની સમાપ્તિ પર ભારતે 7 વિકેટ ગુમાવી 349 રન બનાવ્યા છે. વોશિંગટન સુંદર 89 રન અને અક્ષર પટેલ 36 રન બનાવી ક્રિઝ પર છે. ભારત 144 રનની લીડ મેળવી છે.
105 ઓવર બાદ ભારતનો સ્કોર 333/7
105 ઓવરની સમાપ્તિ પર ભારતીય ટીમનો સ્કોર 333 રન પર 7 વિકેટ છે. વોશિંગટન સુંદર 76 અને અક્ષર પટેલ 33 રન પર રમી રહ્યા છે.
100 ઓવર બાદ ભારતનો સ્કોર 320/7
ત્રીજા દિવસની રમતમાં 100 ઓવર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ભારતનો સ્કોર 320 રન પર 7 વિકેટ છે. ક્રિઝ પર વોશિંગટન સુંદર 71 અને અક્ષર પટેલ 26 રન પર રમી રહ્યા છે.
ત્રીજા દિવસની રમત શરૂ, ક્રિઝ પર સુંદર અને અક્ષર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટનો ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે. ભારતે 294/7 સાથે બેટિંગ શરૂ કરી છે. ક્રિઝ પર વોશિંગટન સુંદર 60 અને અક્ષર પટેલ 11 રન સાથે રમી રહ્યા છે.
પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કીપર), રવિચંદ્ર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડ: ડોમિનિક સિબલી, જેક ક્રાઉલી, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટ કીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube