IND vs ENG 5th Test: ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને આપ્યો 378 રનનો ટાર્ગેટ, પૂજારા-પંતે ફટકારી ફિફ્ટી
ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને બર્મિઘમ ટેસ્ટમાં જીત માટે 378 રનો ટાર્ગેટ મુક્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રનોના સ્કોર પર ઓલ આઉટ થઇ. આ દરમિયાન ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી.
England vs India 5th Test Birmingham Rishabh Pant Cheteshwar Pujara: ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને બર્મિઘમ ટેસ્ટમાં જીત માટે 378 રનો ટાર્ગેટ મુક્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રનોના સ્કોર પર ઓલ આઉટ થઇ. આ દરમિયાન ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજારાએ 66 રનની ઇનિંગ રમી. ઇગ્લેંડ માટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સએ 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડ અને મૈટી પોટ્સને બે-બે વિકેટ મળી.
ટીમ ઇન્ડીયા માટે બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજાએ 168 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જ્યારે પંતે 86 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. વિરાટ કોહલી 40 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. હનુમા વિહારી 11 રન જ બનાવી શક્યા. શ્રેયર ઐય્યરે 19 રનનું યોગદાન કર્યું. રવિન્દ્ર જાડેજા 58 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. મોહમંદ શમીએ 13 રનનું યોગદાન આપ્યું. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા 245 રનના સ્કોર પર આઉટ થયા.
INDW vs SLW: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત
ઇગ્લેંડ માટે બે સ્ટોક્સે શાનદાર બોલીંગ કરી. તેમણે 111.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડે 16 58 રન આપીને 2 વિકેટ લીધી. મૈટી પોટ્સને પણ બે સફળતા હાથ લાગી. તેમણે 17 ઓવરોમાં 50 રન આપીને 2 વિકેટ લીધી. પોટ્સે 3 મેડન ઓવર પણ નિકાળી. જેમ્સ એંડરસન અને જૈક લીચે એક-એક વિકેટ મળી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 416 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇગ્લેંડે પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 284 રન બનાવ્યા. ઇગ્લેંડ માટે જોની બેયરસ્ટોએ સદી ફટકારી. હવે ઇગ્લેંડની ટીમ પોતાની બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરશે.
ભારત પ્રથમ ઇનિંગ- 416-10 (84.5 ઓવર)
ઇગ્લેંડ પ્રથમ ઇનિંગ- - 284-10 (61.3)
ભારત બીજી ઇનિંગ - 245-10 (81.5
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube