IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝનું સમાપન થવાનું છે. ભારતીય ટીમ 3-1થી સિરીઝ કરી ચૂકી છે અને અંતિમ મેચ જીતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છશે. સિરીઝની અંતિમ મેચ 7 માર્ચે ધર્મશાલામાં રમાશે, જેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકાય છે. આ પહેલા જસપ્રીત બુમરાહને રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ પાંચમી ટેસ્ટમાં બુમરાહ વાપસી કરવા તૈયાર છે. જ્યારે રજત પાટીદારની જગ્યાને લઈને સંકટ છવાયેલું છે, કારણ કે તેણે અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું નથી. પાંચમી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલની વાપસીની આશા હતી, પરંતુ તે ઈજાને કારણે રમશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ઈંગ્લેન્ડની વાત કરીએ તો ટીમે ચોથી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઓલી રોબિન્સન અને શોએબ બશીરની ટીમમાં વાપરી થઈ હતી. રોબિન્સન કમરની ઈજાનો સામનો કરી રહ્યો છે, તેવામાં ધર્મશાલા ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવી શકે છે. બેન સ્ટોક્સ ધર્મશાલાની પિચને જોતા માર્ક વુડને તક આપી શકે છે. 


ભારતીય ટીમ પર નજર કરવામાં આવે તો ચોથી મેચમાં બુમરાહની જગ્યા લેનાર આકાશ દીપે પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ઈનિંગમાં ત્રણ મહત્વની વિકેટ લીધી હતી, તેવામાં જોવાનું રહેશે કે બુમરાહની વાપસી બાદ આકાશને ટીમમાં તક મળે છે કે નહીં. મોહમ્મદ સિરાજ આ સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, તેવામાં પાંચમી ટેસ્ટમાં તેને બહાર કરવામાં આવે તો નવાઈ નહીં.


આ પણ વાંચોઃ IND Vs Pak Match ની ટિકીટનો ભાવ 1.86 કરોડ પહોંચ્યો, વેચાઇ જશે બાપ-દાદાની સેવિંગ


પાંચમી ટેસ્ટ માટે કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.