IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અશ્વિને બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરી કરી 400 વિકેટ
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરનાર ભારતનો ચોથો બોલર છે. આ પહેલા કપિલ દેવ, અનિલ કુંબલે અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (R Ashwin) ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી 400 વિકેટ ઝડપનાર ચોથો બોલર છે. આ પહેલા કપિલ દેવ, અનિલ કુંબલે અને હરભજન સિંહ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપી ચુક્યા છે. તો અશ્વિન મુરલીધરન બાદ સૌથી ઝડપી 400 વિકેટ ઝડપનાર બોલર છે.
અશ્વિને 77 મેચમાં મેળવી સિદ્ધિ
અશ્વિને 77મી ટેસ્ટ મેચમાં 400 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તે મુરલીધરન બાદ સૌથી ઝડપી 400 વિકેટ પૂરી કરી છે. મુરલીધરને 72 મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મેચ પહેલા અશ્વિનના નામે 76 ટેસ્ટમાં 394 વિકેટ હતી. તેણે જોફ્રા આર્ચરને આઉટ કરી 400મી વિકેટ પૂરી કરી હતી. તે વિશ્વનો બીજો ઝડપી અને ભારત તરફથી સૌથી ઝડપી 400 વિકેટ પૂરી કરનાર બોલર છે. તેની પહેલા અનિલ કુંબલેએ 85 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતનો ચોથો બોલર
ભારત માટે 400 વિકેટ ઝડપનાર અશ્વિન ચોથો બોલર છે. તેનાથી વધુ અનિલ કુંબલે (619), કપિલ દેવ (434) અને હરભજન સિંહ (417) વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube