નવી દિલ્હી: ઇંગ્લેન્ડની સામે આગામી ટેસ્ટ સિરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ટીમ ઇન્ડિયાની (Team India) દીવાર કહેવાતા ચેતેશ્વર પુજારાની (Cheteswar Pujara) નજર દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના (Sunil Gavaskar) જૂના રેકોર્ડને તોડવા પર રહશે. ભારતમાં ગાવસ્કરે ઇંગ્લેન્ડની સામે સૌથી વધારે રન બનાવ્યા છે. એવામાં કોહલી અને પુજારાનો પ્રયત્ન રહેશે કે તે ગાવસ્કરને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાવસ્કરની ખુબજ નજીક છે કોહલી-પુજારા
કોહલી (Virat Kohli) અને પુજારા (Cheteswar Pujara) ઇંગ્લેન્ડ સામે ભારતમાં સૌથી વધારે રન બનાવવાના મામલે સુનિલ ગાવસ્કરથી (Sunil Gavaskar) વધારે પછાળ નથી. ઇંગ્લેન્ડની સામે ભારતમાં ગાવસ્કરના નામ 22 ટેસ્ટ મેચમાં કુલ 1331 રન છે. ગાવસ્કર બાદ ગુંડપ્પા વિશ્વનાથનું (Gundappa Viswanath) નામ આપે છે જેમના નામ પર 17 મેચમાં 1022 રન છે. ઇંગ્લેન્ડની સામે કહોલીએ અત્યાર સુધીમાં કુલ 9 મેચોમાં 843 રન બનાવ્યા છે, જ્યારે પુજારાના નામે 9 મેચમાં 839 રન છે.


આ પણ વાંચો:- IND vs ENG: દર્શકો માટે ખુશખબર, ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં સ્ટેડિયમમાં મળશે પ્રવેશ


અગાઉની સિરીઝમાં શાનદર રહ્યા હતા કોહલી-પુજારા
ઇંગ્લેન્ડની ટીમ ગત વખતે 2016માં જ્યારે ભારત આવી હતી તો વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા તેમના માથાનો દુખાવો બની ગયા હતા. 5 મેચની સિરીઝમાં કોહલીના બેટથી લગભગ 110ની શાનદાર સરેરાશથી 655 રન બનાવ્યા હતા, ત્યારે પુજારાએ પણ 401 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં જ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પુજારા ઘણી મેચમાં જીની ઇનિગ્સ રમ્યો હતો. ત્યારે કોહલીએ પણ પ્રથમ ટેસ્ટમાં 74 રનની સારી ઇનિગ્સ રમ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube