નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં તે જ થયું જેનો ભય હતો. કોરોનાએ આખી સિરીઝ પર પાણી ફેરવી દીધું છે. માનચેસ્ટરમાં યોજાનારી 5 મી ટેસ્ટ રદ કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1 સાથે લીડ હાંસલ કરી હતી અને ઇતિહાસ રચવાથી માત્ર એક કદમ દૂર હતી પરંતુ કોરોનાને કારણે હવે તેમાં થોડો સમય લાગશે. જો કે, જે રીતે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની જાણકારી આપી તે ખુબદ શરમજનક અને આશ્ચર્યજનક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારથી ગભરાયું ECB
તમને જણાવી દઈએ કે શરૂ થતા પહેલા જ સમાચાર આવ્યા હતા કે માનચેસ્ટર ટેસ્ટ એક દિવસ બાદ શરૂ થશે પરંતુ તેના થોડા સમય પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે, ભારતીય ટીમ તેમના પ્લેયરને ઉતારવા તૈયાર નથી. ECB નું કહેવું છે કે BCCI સાથે વાતચીત બાદ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં કોરોનાના વધતા કેસોના ભયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, ટીમ ઇન્ડિયા તેના ખેલાડીઓને તૈયાર કરી શકી નથી. જેના કારણે ઈંગ્લેન્ડે 5 મી ટેસ્ટ જીતી લીધી છે અને શ્રેણી 2-2 થી બરાબરી પર છે.


કોરોનાએ છીનવી IND પાસેથી ENGમાં સિરીઝ જીતવાની તક, રમ્યા વિના 5મી ટેસ્ટમાં મળી હાર?


ઇંગ્લેન્ડે ફરી આ નિવેદનને પલટાવ્યું
જો કે, થોડા સમય પછી જ્યારે BCCI એ સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો, ત્યારે ECB એ તેના નિવેદનને પલટાવી દીધું. BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ ટેસ્ટ મેચ બાદમાં રમાશે અને હાલમાં સિરીઝનું પરિણામ 2-1 થી અધૂરું રહેશે.


ટીમ ઇન્ડિયામાં વિલન બન્યો આ ખેલાડી, ટીમમાંથી બહાર કરી શકે છે વિરાટ કોહલી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube