IND vs ENG: વરસાદ બન્યો વિલન, જીતવાની આશા પર પાણી ફરી વળ્યું, પહેલી ટેસ્ટમાં હાથમાંથી સરકી ગઈ જીત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે Nottingham માં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચને વરસાદના કારણે ડ્રો કરવાનો વારો આવ્યો છે.
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે Nottingham માં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચને વરસાદના કારણે ડ્રો કરવાનો વારો આવ્યો છે. આ મેચના ચેલ્લા એટલે કે પાંચમાં દિવસે જીત માટે ભારતીય ટીમે ફક્ત 157 રન બનાવવાના અને 9 વિકેટ પણ બાકી હતી. પરંતુ વરસાદના કારણે મેચ પૂરી થઈ શકી નહીં અને મેચ ડ્રો પર ખતમ કરવામાં આવી. હવે બંને ટીમો બીજી ટેસ્ટ પર પોતાનો ફોકસ કરશે. જાણો કેવી રીતે વરસાદે વિલન બનીને ભારતીય ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધુ.
વરસાદ બન્યો વિલન
Nottingham માં રવિવારે કાળા વાદળ છવાયેલા રહ્યા, ઠંડો પવન પણ ફૂંકાતો હતો અને આખો દિવસ વરસાદ વરસ્યા કર્યો. આવામાં મેદાનના એમ્પાયરોએ ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ (Trent Bridge Test) ડ્રો કરવી પડી. આ સાથે જ ટીમ ઈન્ડિયાના હાથમાંથી આ ટેસ્ટ મેચ જીતવાની એક તક પણ છૂટી ગઈ. ભારતીય ફેન્સે હવામાનના કારણે આખો દિવસ નિરાશાનો સામનો કરવો પડ્યો.
પહેલી ટેસ્ટ જીતવાની નજીક હતું ભારત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે Nottingham Test ના ચોથા દિવસ બાદ વિરાટ કોહલીની સેના જીત તરફ આગળ વધી રહી હતી. ગઈ કાલે દિવસ પૂરો થયો ત્યારે ભારતે એક વિકેટ ગુમાવીને 52 રન બનાવી લીધા હતા. ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્મા 12 -12 રનના સ્કોર પર અણનમ હતા. છેલ્લા દિવસે ભારતે જીતવા માટે 157 રન કરવાના હતા. અને 9 વિકેટ બાકી હતી. પરંતુ વરસાદના કારણે જીતની આશા પર પાણી ફરી વળ્યું.
OLYMPICS: ઓલિમ્પિકમાંથી હટી શકે છે આ ખેલ, ટોકિયોમાં ભારતે આ ગેમમાં મેળવ્યો છે મેડલ
રૂટની સદીથી બચ્યું ઈંગ્લેન્ડ
આ ટેસ્ટમેચ ઈંગ્લેન્ડ ગઈ કાલે જ હારી ગયું હોત પરંતુ કેપ્ટન જો રૂટના શાનદાર 109 રનની ઈનિંગના કારણે હાર પાંચમા દિવસ સુધી ટળી ગઈ. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં માત્ર 183 રન જ કરી શકી હતી. જવાબમાં ભારતે 10 વિકેટ ગુમાવીને 278 રન કર્યા અને મહત્વની લીડ લઈ લીધી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે વાપસી કરી અને કેપ્ટન રૂટની સદીના દમ પર 303 રન કર્યા. ભારતે જીત માટે 209 રન કરવાના હતા. પરંતુ વરસાદ વેરી થયો અને જીતની આશા ધોવાઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube