નોટિંગહામ: ઈંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ બોલર બની ગયો છે. તેણે લોકેશન રાહુલને આઉટ કરીને ટેસ્ટમાં 620 વિકેટ પૂરી કરી. રાહુલને તેણે વિકેટની પાછળ જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવામાં ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ 619 વિકેટ ઝડપી હતી. હવે એન્ડરસનની આગળ માત્ર શ્રીલંકાનો મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ અને 708 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન છે. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની દ્રષ્ટિએ એન્ડરસન સૌથી સફળ ઝડપી બોલર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ્સ એન્ડરસનની સિદ્ધિ:
જેમ્સ એન્ડરસને 2003માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે પોતાની 163મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાં તે સાતમા નંબરે છે. જોકે ઈંગ્લેન્ડ તરફથી તે સૌથી વધારે ટેસ્ટ રમનારો ખેલાડી બની ગયો છે. જેમ્સ એન્ડરસને નોટિંગહામ ટેસ્ટમાં કમાલની બોલિંગ કરી છે. તેણે ભારતના પહેલા દાવમાં લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને શાર્દુલ ઠાકુરની વિકેટ ઝડપી હતી.


Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો આકરો નિર્ણય, જાણીને ચાહકોને આઘાત લાગશે


સૌથી ઝડપી 600 વિકેટ લેનારો બોલર:
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 600 વિકેટ લેનારો બોલર છે. તે એકમાત્ર બોલર છે જેણે સાત મોટા ટેસ્ટ રમનારા દેશની સામે 50 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટમાં 30 વખત એક ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે. ગયા મહિને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 વિકેટ પૂરી કરી હતી. લેંકેશાયર તરફથી રમતાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે 1000 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેળવનારો 216મો બોલર બન્યો છે. માનવામાં આવે છે કે તે છેલ્લો બોલર હશે, જેણે 1000 ફર્સ્ટ ક્લાસ વિકેટ લીધી છે. જે સ્પીડથી અત્યારે ક્રિકેટ રમવામાં આવી રહી છે તેને જોતાં બોલરની લાંબી કારકિર્દીની કલ્પના કરવી મુશ્કેલ છે.


IND VS ENG: રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર મચાવી ધૂમ, બેટિંગથી કરી કમાલ અને દિગ્ગજો સાથે કરી બરોબરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube