IND vs ENG : ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં રમશે નહીં જસપ્રીત બુમરાહ
Jasprit Bumrah released : પેસર જસપ્રીત બુમરાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી, જેનો બોર્ડે સ્વીકાર કર્યો છે. હવે બુમરાહ અંતિમ ટેસ્ટ મેચ રમશે નહીં.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Naredndra Modi Stadium) માં 4 માર્ચથી રમાવાની છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. પરંતુ ટીમ ઈન્ડિયાને અંતિમ ટેસ્ટ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) રમવાનો નથી. બુમરાહે બીસીસીઆઈને ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી. બુમરાહની વિનંતી બીસીસીઆઈ સ્વીકાર કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.
બીસીસીઆઈએ ટ્વીટ કર્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટ્વીટ કરીને કહ્યું કે, જસપ્રીત બુમરાહને ભારતીય સ્ક્વોડમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. બુમરાહે અંતગ કારણોને લીધે ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
હવે પિચ વિવાદમાં કૂદ્યા આ ઇંગ્લિશ દિગ્ગજ, વિરાટ કોહલી વિરૂદ્ધ આપ્યું નિવેદન
ચોથા ટેસ્ટ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube