નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લે ટેસ્ટમાં ભારતને ઈનિંગ અને 76 રનની સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. હવે 5 મેચોની આ સિરીઝમાં ભારત અને ઈંગ્લેન્ડ 1-1ની બરાબરી પર છે. જ્યારે 2 ટેસ્ટ હજુ રમાવવાની બાકી છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીડ્સ ટેસ્ટમાં થઈ ઈજા
32 વર્ષના ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે હોસ્પિટલમાં સ્કેન કરાવવા પહોંચ્યો. આ જાણકારી જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. 


ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ફોટો
રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે આ હાજર રહેવા માટે એક સારી જગ્યા નથી. ફેન્સે તેના જલદી સાજા થવાની દુઆઓ  કરી છે. 


Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને મળ્યો પહેલો મેડલ, ગુજરાતની દીકરી ભાવિના પટેલે સિલ્વર જીત્યો


આગામી 2 ટેસ્ટ રમવા પર સસ્પેન્સ
રવિન્દ્ર જાડેજાને લઈને હવે સસ્પેન્સ પેદા થયું છે. જો ઈજા ઊંડી રહેશે તો તેના માટે આગામી 2 ટેસ્ટમાં સામેલ થવું મુશ્કેલ બનશે. સિરીઝની ચોથી ટેસ્ટ લંડનના ઓવલ અને 5મી ટેસ્ટ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube