IND vs ENG: ઈંગ્લેન્ડને હરાવી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની ટીમ ઈન્ડિયા
ICC Test Team rankings: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ફરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતના 122 પોઈન્ટ થઈ ગયા છે.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 25 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે 3-1થી સિરીઝ પર કબજો કરી લીધો છે. તો ભારતીય ટીમે સિરીઝ જીતીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે જૂનમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તો જીત બાદ ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે 3-1થી સિરીઝ જીતીને ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન ફરી હાસિલ કરી લીધું છે. ભારત ન્યૂઝીલેન્ડને પછાડી નંબર વન બની ગયું છે. ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમના 122 પોઈન્ટ થઈ ગયા છે, અને તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 118 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ 113 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા અને 105 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને છે. પાકિસ્તાન 90 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.
IND vs ENG: અક્ષર પટેલે ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube