IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર
ભારત અને ઇંગ્લેડ વચ્ચે (IND vs ENG) રમાયેલી પહેલી ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં મહેમાન ટીમે 8 વિકેટથી જીત પ્રાપ્ત કરી અને સીરીઝમાં 1-0 થી બઢત પ્રાપ્ત કરી લીધી.
અમદાવાદ: ભારત અને ઇંગ્લેડ વચ્ચે (IND vs ENG) રમાયેલી પહેલી ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં મહેમાન ટીમે 8 વિકેટથી જીત પ્રાપ્ત કરી અને સીરીઝમાં 1-0 થી બઢત પ્રાપ્ત કરી લીધી.
ભારતીય બોલરોનો ફ્લોપ શો
ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાના મોટાભાગના બેટ્સમેન નિષ્ફળ સાબિત થયા. વિરાટ કોહલી પણ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો. શિખર ધવન 4 અને કએલ રાહુલ ફક્ત 1 રન બનાવી આઉટ થયા.
શ્રેયસ ઐય્યરની ફીફ્ટી
શ્રેયસ ઐય્ય્યર (Shreyas Iyer) 48 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી શાનદાર 67 રનની ઇનિંગ રમી. આ તેમના ટી 20 ઇન્ટરનેશનલ કેરિયરની ત્રીજી અર્ધશતક છે. તેમની આ ઇનિંગના લીધે ટીમ ઇન્ડીયા (Team India) એ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube