IND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે ICC ODI Rankings માં નંબર-1 બનવાની શાનદાર તક
આઈસીસી વનડે રેન્કિંગ (ICC ODI Rankings) માં ઈંગ્લેન્ડની ટીમ નંબર-1 છે. ટીમ ઈન્ડિયા જો આ સિરીઝમાં ઈંગ્લેન્ડને 3-0થી પરાજય આપે તો તે વનડેમાં નંબર-1 ટીમ બની શકે છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ (England) સામે 3 મેચોની વનડે સિરીઝ (ODI Series) માટે ટીમ ઈન્ડિયા (Team India) પુણે પહોંચી ચુકી છે. અહીં એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) માં 23થી 39 માર્ચ વચ્ચે મુકાબલા રમાશે. વિરાટ કોહલી (Virat Kohli) ની સેના આ વખતે સિરીઝ જીતવાથી વધુ આશા રાખી રહી છે.
વનડેમાં નંબર-1 બનશે ટીમ ઈન્ડિયા?
ટીમ ઈન્ડિયા (Team India) આ વખતે ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ન માત્ર વનડે સિરીઝ (ODI Series) જીતવા માટે આતૂર છે, પરંતુ અંગ્રેજો પાસેથી 50 ઓવરના ક્રિકેટમાં નંબર-1નો તાજ જીતવાની ફિરાકમાં પણ છે. જો ભારતીય ટીમ આ સિરીઝ 3-0થી જીતે તો તે રેટિંગના મામલામાં ઈંગ્લેન્ડથી આગળ નિકળી જશે કારણ કે ઇયોન મોર્ગનની ટીમના રેટિંગમાં ઘટાડો થશે.
આ પણ વાંચોઃ ભારતના દિવ્યાંશ-ઈલાવેનિલે 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ
વનડેમાં નંબર 1 છે ઈંગ્લેન્ડ
આઈસીસી વનડે રેન્કિંગ (ICC ODI Rankings) માં ઈંગ્લેન્ડ (England) ની ટીમ ટોપ પર છે અને તેના રેટિંગ પોઈન્ટ 123 છે. તો બીજા નંબર પર ટીમ ઈન્ડિયા છે, જેના રેટિંગ પોઈન્ટ 117 છે. ન્યૂઝીલેન્ડના રેટિંગ પોઈન્ટ પર 117 છે અને તે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ચોથા સ્થાને છે.
ભારત સામે વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોશ બટલર, સેમ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિસન, આદિલ રાશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, આર ટોપલે, માર્ક વુડ.
વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), લોકેશ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube