India Tour Of England 2022 Schedule: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા એટલે કે 23 જૂનથી લીસેસ્ટરશાયર (Leicestershire) વિરુદ્ધ 4 દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ ગ્રેસ રોડ, લીસેસ્ટરમાં રમાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ છેલ્લા પ્રવાસની છેલ્લી (પાંચમી) ટેસ્ટ ત્રણ ટી20 અને ત્રણ વનડે રમવા માટે ઈંગ્લેન્ડ આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાયા કોચ અને કેપ્ટન 
નોંધનીય છે કે જ્યારે ટીમ ઈન્ડિયા 2021માં ઈંગ્લેન્ડ આવી હતી, ત્યારે વિરાટ કોહલી ટીમના કેપ્ટન હતા અને રવિ શાસ્ત્રી મુખ્ય કોચ હતા. તે સમયે ભારતે 4 ટેસ્ટ રમી હતી અને કોરોના વાયરસને કારણે પાંચમી ટેસ્ટ રમાઈ ન હતી. હવે બંને ટીમો વચ્ચે પાંચમી ટેસ્ટ રમાશે અને ત્યારબાદ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમાશે. જો કે હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે.

ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે ટીમ ઈન્ડિયા
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 01 જુલાઈથી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમાશે. પાંચ મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ગયા વર્ષે ભારતે બે ટેસ્ટ જીતી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડે એક ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. આ સિવાય એક ટેસ્ટ ડ્રો રહી હતી.


ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ


ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ
5મી ટેસ્ટ, એજબેસ્ટન, 1થી 5 જુલાઈ


ટી20 સીરિઝ શેડ્યૂલ
પહેલી ટી20, 7 જુલાઈ, અજેસ બાઉલ
બીજી ટી20, 9 જુલાઈ, એજબેસ્ટન
ત્રીજી ટી20, 10 જુલાઈ, ટ્રેંટ બ્રિજ


વનડે સીરિઝ કાર્યક્રમ
પહેલી વનડે, 12 જુલાઈ, ઓવલ
બીજી વનડે, 14 જુલાઈ, લોર્ડસ
ત્રીજી વનડે, 17 જુલાઈ, મેન્ચેસ્ટર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube