Ind Vs Eng Test: 35 રનની ઓવર... જબરદસ્ત રન ચેઝ, એજબેસ્ટન ટેસ્ટમાં જોવા મળી ટી20ની મઝા
આ ટેસ્ટ મેચની ઘણી ખાસ વાતો રહી, કારણ કે અહીં ઘણા રેકોર્ડ બન્યા હતા. તમને જણાવી દઈએ કે હાલનો જમાનો ટી20 ક્રિકેટનો છે અને જે ટેકનિકથી ઈંગ્લેન્ડે રમત દેખાડી તેનાથી સાબિત થાય છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ હવે આવનાર સમયમાં એ જ મઝા આવનારી છે.
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટ મેચ ઘણી રીતે યાદગાર સાબિત થઈ છે. આ છેલ્લી ટેસ્ટ મેચ માટે ચાહકોને એક વર્ષ સુધી રાહ જોવી પડી, કારણ કે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની ચાર મેચ ગત વર્ષે રમાઈ ગઈ હતી અને છેલ્લી ટેસ્ટ મેચ હવે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી ગુમાવવાનો વારો આવ્યો અને તેની સાથે જ સીરિઝ પણ 2-2થી બરાબર થઈ હતી.
આ ટેસ્ટ મેચની ઘણી ખાસ વાતો રહી, કારણ કે અહીં ઘણા રેકોર્ડ બન્યા હતા. તમને જણાવી દઈએ કે હાલનો જમાનો ટી20 ક્રિકેટનો છે અને જે ટેકનિકથી ઈંગ્લેન્ડે રમત દેખાડી તેનાથી સાબિત થાય છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ હવે આવનાર સમયમાં એ જ મઝા આવનારી છે. એજબેસ્ટન ટેસ્ટમાં એવા કયા અવસરો જોવા મળ્યા, જ્યાં ટેસ્ટમાં પણ ચાહકોને ટી20ની મઝા માણી, જાણો....
એક ઓવરમાં 35 રન
આઈપીએલ અને ટી20 ક્રિકેટમાં ઘણી વખત આપણને મોંઘી ઓવર્સ જોવા મળે છે, જ્યાં એક ઓવરમાં એટલા રન થાય છે કે ઘણી વખત રેકોર્ડ પણ બની જાય છે. આવો જ એક રેકોર્ડ એજબેસ્ટન ટેસ્ટમાં જોવા મળ્યો, જ્યાં એક ઓવરમાં 35 રન બન્યા, જે એક વર્લ્ડરેકોર્ડ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોન્ડની ઓવરમાં 35 રન બનાવ્યા હતા. તેમાં 29 રન બુમરાહે બેટની મદદથી બનાવ્યા, જ્યારે 6 રન એકસ્ટ્રા મળ્યા.
મહત્વનું છે કે ઋષભ પંતનો અંદાજ હંમેશાં નિરાલો હોય છે, તે એવી ઈનિંગ રમે છે કે વિરોધી ટીમ ટેન્શનમાં આવી જાય છે અને અમુક હદ સુધી પોતાની ટીમ પણ... ઋષભ પંતે પહેલી ઈનિંગમાં જે કાઉન્ટર એટેક કર્યો, જેણા કારણે ઈંગ્લેન્ડ બેકફુટ પર ધકેલાઈ ગયું હતું. ઋષભ પંતે માત્ર 111 બોલમાં 146 રન બનાવ્યા, જેમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.
બેયરસ્ટોની ડબલ ધમાલ
જોની બેયરસ્ટો હાલના સમયે પોતાની ક્રિકેટ કરિયરના સૌથી સારામાં સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. એજબેસ્ટન ટેસ્ટની બન્ને ઈનિંગોમાં જોની બેયરસ્ટોએ સેન્ચુરી ફટકારી અને ટીમ ઈન્ડિયાના હાથમાંથી આખી મેચ છીનવી લીધી હતી. પહેલી ઈનિંગમાં જોની બેયરસ્ટોએ 106 રનની ઈનિંગ રમી, જ્યારે બીજી ઈનિંગમાં તેમણે તાબડતોડ 114 રન બનાવ્યા હતા.
77 ઓવરમાં 378 રન
ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડને તેનો પીછો કરવા માટે દોઢ દિવસનો સમય હતો, પરંતુ અહીં કમાલ થઈ ગયો. ઈંગ્લેન્ડે બાસબોલ નીતિ અપનાવી અને માત્ર 77 ઓવરમાં આ લક્ષ્યાંકનો પીછો કર્યો. જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ થઈ, જેની આગળ ટીમ ઈન્ડિયાના બોલરો નિષ્ફળ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube