ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજે ખબર પડી શકે છે કે બેઝબોલ જીતશે કે ભારતીય ટીમ મેદાન મારશે. 
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો અને 445 રનનો મોટો સ્કોર ઊભો કર્યો. બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે પણ જબરદસ્ત રમત દેખાડી અને દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવીને 207 રન કરી લીધા. ટીમ ત્રીજા દિવસે આ સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે. ઈંગ્લેન્ડ માટે બેન ડકેટ 133 રન અને જો રૂટ 9  રને રમતમાં છે. આ બંને આજે રમતની શરૂઆત કરશે. ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં સ્પીન સ્ટાર રવિચંદ્રન અશ્વિને અને પેસર મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી છે. અશ્વિને ટેસ્ટક્રિકેટની 500મી વિકેટ ઝડપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ હજુ પણ 238 રન પાછળ છે. આવામાં આ મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. આજનો દિવસ ખુબ મહત્વનો છે અને ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને સ્પીનર રવિન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવ પર બધો મદાર છે. જો તેઓ દમદાર પ્રદર્શન કરે તો ભારત તરફ મેચ પલટી શકે છે. જો કે ટીમ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મેચમાં સ્પીનર આર અશ્વિન નહીં હોય. તેમણે બીજા દિવસની રમત બાદ પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે તત્કાળ પ્રભાવથી મેચથી પોતાનું નામ પાછું ખેંચ્યુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube