IND VS ENG: ઈંગ્લેન્ડ સામે સિરીઝ પહેલા વિરાટ કોહલી લઈ શકે છે મોટો નિર્ણય, ટીમમાં થશે ઉથલ-પાથલ
ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 મેચોની ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ સાબિત થવાની છે. તેવામાં બની શકે કે કેપ્ટન વિરાટ કોહલીએ કેટલાક મોટા નિર્ણય લેવા પડે.
નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કોઈ ભૂલ કરવા ઈચ્છશે નહીં. તેવામાં ઈંગ્લેન્ડમાં રમાનારી 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે.
સીનિયર ખેલાડી થઈ શકે છે બહાર
ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની પ્રથમ ઈનિંગમાં 8 રન અને બીજી ઈનિંગમાં 13 રન બનાવ્યા હતા. પુજારાના આ પ્રદર્શન બાદ તેના કરિયરની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. વિરોધી ટીમ પર હાવી થવા માટે ડિફેન્સિવ થવાની જગ્યાએ રન બનાવવાની જરૂર છે, પરંતુ પુજારાની બેટિંગમાં તે દમ જોવા મળતો નથી. ટોપ ઓર્ડર ભારતની તાકાત રહ્યુ છે, જે ટેસ્ટ મેચોમાં સતત ફ્લોપ રહ્યું છે.
આ પણ વાંચોઃ જાણો કેવી રીતે થયો સૌથી ખતરનાક ખેલ MMA નો વિશ્વભરમાં ઉદય? નિયમો જાણીને જ ડરી જશો
હવે નંબર ત્રણ પર પુજારાના સ્થાનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ચેતેશ્વર પુજારાએ છેલ્લે બે વર્ષ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સદી ફટકારી હતી. તેણે સિડની ટેસ્ટમાં 193 રન બનાવ્યા હતા. ત્યારબાદ પુજારા એકપણ સદી ફટકારી શક્યો નથી, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાની વાત છે. નંબર ત્રણ પર પુજારાના સ્થાને રાહુલ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
4 ઓગસ્ટથી શરૂ થશે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ભારતીય ટીમે હવે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 4થી 8 ઓગસ્ટ સુધી નોટિંઘમમાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટ લોર્ડ્સમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 25થી 29 ઓગસ્ટ સુધી લીડ્સમાં અને ચોથી ટેસ્ટ 2થી 6 સપ્ટેમ્બર સુધી લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે. સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube