નવી દિલ્હીઃ ભારતે ઈંગ્લેન્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ  (Narendra Modi Stadium) માં રમાયેલી ચાર મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં 10 વિકેટે પરાજય આપ્યો હતો. સિરીઝની અંતિમ મેચ પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ મેદાનની પિચની ટીકા કરી છે. આ વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પિચની આચોલના કરનારને વળતો જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ આપ્યો જવાબ
સિરીઝની અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પિચની આલોચના કરનાર પર હુમલો કર્યો છે. કોહલીએ અંતિમ ટેસ્ટ પહેલા પત્રકાર પરિષદમાં કહ્યુ, 'સ્પિન થતી પિચો વિશે હંમેશા વધુ હોબાળો અને વધુ વાતચીત થાય છે. તેણે કહ્યુ કે સ્પિનિંગ ટ્રેકને લઈને બધા વધુ કહી રહ્યાં છે. મને લાગે છે કે આપણા મીડિયાએ આ બધા લોકોને જવાબ આપવો જોઈએ. ભારતીય ઉપ-મહાદ્વીપમાં આવી પિચો મળે છે. એક બેટ્સમેનના રૂપમાં મારૂ ધ્યાન માત્ર તેના પર છે કે હું સ્કોર કરુ અને ભારતીય ટીમને જીત અપાવી શકુ.'


આ પણ વાંચોઃ Ind vs Eng 4th Test: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારત-ઈંગ્લેન્ડ


પિચ નહીં ટેકનીકમાં છે સમસ્યા
વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યુ કે, ખેલાડીઓએ પિચ પર નહીં પરંતુ ટેકનીક પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે બધા સ્પિન પિચ પર વાત કરે છે અને જ્યાં સુધી તેનું કામ ચાલે છે ત્યાં સુધી બધા વાત કરે છે. પછી એક ટેસ્ટ મેચ થાય છે જે ચોથા કે પાંચમાં દિવસ સુધી ચાલે છે, ત્યારે કોઈ બોલતુ નથી. પરંતુ જો ટેસ્ટ બે દિવસમાં પૂરી થાય તો બધાને સમસ્યા છે. પિચ નહીં ખેલાડીઓએ પોતાની ટેકનીકને સારી કરવા પર ધ્યાન આપવું જોઈએ. 


આ પણ વાંચોઃ અમદાવાદની આન અને ટીમ ઈન્ડિયાની શાન ગણાતો જસપ્રીત બુમરાહ આ અઠવાડિયે ઘોડી ચઢશે


ન્યૂઝીલેન્ડમાં ભારત પણ ત્રણ દિવસમાં હાર્યું હતું મેચ
વિરાટ કોહલી (Virat Kohli) એ ન્યૂઝીલેન્ડની એક મેચનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, 'અમે ન્યૂઝીલેન્ડમાં 36 ઓવરમાં ત્રણ દિવસમાં હારી ગયા હતા. મને વિશ્વાસ છે કે અમારે ત્યાં કોઈએ પિચ વિશે લખ્યુ નહતું. તેમાં માત્ર એટલું કહ્યું હતું કે ભારત ન્યૂઝીલેન્ડ કરતા કેટલું ખરાબ રમ્યું.' તેમણે કહ્યું, કોઈએ પિચની ટીકા ન કરી, પિચ કેવું વર્તન કરી રહી હતી, બોલ કેટલો સ્વિંગ થઈ રહ્યો હતો. પિચ પર કેટલું ઘાસ હતું, તેને જોવા કોઈ આવ્યું નહીં. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડમાં પાછલા પ્રવાસ દરમિયાન ભારતીય બેટ્સમેન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોની સામે નિષ્ફળ રહ્યા હતા. તે પ્રવાસ પર ભારતને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube