નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે ચોથી ટી-20 મેચ ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાએ (Team India) કાંટાની ટક્કર બાદ અંગ્રેજોને 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટી-20 સિરીઝમાં મેજબાનોને 1-1 થી બરાબરી કરી હતી. આ મેચ દરમિયાન કંઇક એવું થયું કે જેણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેદાનથી બહાર ગયા હતા કોહલી
ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 16 મી ઓવર પૂર્ણ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાનથી બહાર ગયા હતા. જે બાદ રોહિત શર્માએ (Rohit Sharma) 4 ઓવર માટે ટીમ ઇન્ડિયા (Team India) માટે કેપ્ટનશીપ સંભાળી હતી. ભારતીય ક્રિકેટ ફેન્સ આ વાતથી હેરાન હતા કે, કોહલીએ આખરે કેમ આવું કર્યું.


આ પણ વાંચો:- ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ


કોહલીએ જણાવ્યું તેનું કારણ
હવે વિરાટ કોહલીએ (Virat Kohli) કહ્યું, 'હું એક બોલની પાછળ દોડ્યો, મેં ડાઇવ કરીને પોતાને કૂદકો માર્યો, તેથી તે સમયે હું બેસ્ટ પોઝિશનમાં નહોતો. હું આઉટ ફિલ્ડથી બહાર જતો રહ્યો, હું ઇનર રીંગની અંદર ફિલ્ડિંગ કરતો હતો અને તાપમાન ખૂબ જ ઝડપથી નીચે આવ્યું હતું, પછી તમારું શરીર કડક થવા લાગે છે.


આ પણ વાંચો:- IPL 2021 પહેલાં પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડીયન્સને લઇને આપ્યું આ નિવેદન, કહી આ વાત


'ચિંતા કરશો નહીં'
કોહલીએ વધુમાં કહ્યું કે, 'આને કારણે મેં મારા ઉપર ક્વાડનો સહેજ વધાર્યો હતો અને હું તેને નુકસાન પહોંચાડવા દેતો નહોતો. કંઈ ગંભીર નથી. હું આવતીકાલના દિવસ પછી બરાબર રહીશ, કારણ કે આપણી મેચ સાંજની છે. મને લાગે છે કે મેદાનમાંથી પાછા આવવાનું એક સ્માર્ટ નિર્ણય હતો કારણ કે આપણી આગામી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube