નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ટીમે વનડે સિરીઝનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો છે. હેમિલ્ટનમાં રમાયેલી ત્રણ મેચોની સિરીઝના પહેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 348 રનનો લક્ષ્ય હાસિલ કરીને ઈતિહાસ રચી દીધો છે. વનડેમાં આ ન્યૂઝીલેન્ડ દ્વારા હાસિલ કરવામાં આવેલો સૌથી મોટો લક્ષ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની સદીની મદદથી 347 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 88 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રોસ ટેલરની અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ટેલરે 73 બોલ પર 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. 


ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છેઃ શોએબ અખ્તર  


ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો વિજય
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડે 2007માં 346 રનના લક્ષ્યને સફળ ચેઝ કર્યો હતો. 49.3 ઓવરમાં કીવી ટીમે હેમિલ્ટનમાં 1 વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. આ સિરીઝમાં બે દિવસ પહેલા ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાએ આપેલા 336 રનનો લક્ષ્ય હાસિલ કરીને 5 વિકેટે જીત મેળવી હતી. 48.4 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 340 રન બનાવી જીત મેળવી હતી. 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કીવી ટીમે 335 રનના લક્ષ્યને 49.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાસિલ કર્યો હતો. ભારત વિરુદ્ધ 348 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે વનડેમાં પોતાનો સૌથી મોટો ટોટલ ચેઝ કર્યો છે. 


પર્દાપણ વનડેમાં ફ્લોપ થયા મયંક અને પૃથ્વી, પરંતુ બનાવી દીધો આ રેકોર્ડ  


વનડેમાં સૌથી મોટી જીત દક્ષિણ આફ્રિકાના નામે
2006માં ઓસ્ટ્રેલિયાએ 434 રન બનાવ્યા હતા. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 49.5 ઓવરમાં 438 રન બનાવી એક વિકેટે મેચ પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો હતો. આ વનડે આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ટીમ દ્વારા હાસિલ કરવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 165 રન બનાવ્યા હતા. તો આફ્રિકા તરફથી હર્સલ ગિબ્સે 175 રનની ઈનિંગ રમી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર