નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં નવી ઓપનિંગ જોડીને મેદાન પર ઉતારી હતી. ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતે પૃથ્વી શો અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીને મેદાન પર ઉતારી હતી. આ બંન્ને બેટ્સમેનોએ આ મેચથી પર્દાપણ કર્યું હતું. પ્રથમ મેચ રમવા ઉતરેલા બંન્ને બેટ્સમેનોએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી આ ભારતીય ક્રિકેટના વનડે ઈતિહાસમાં માત્ર ત્રીજી વાર થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો બે ભારતીય બેટ્સમેનો માટે યાદગાર બની ગયો હતો. પૃથ્વી શો અને મયંક અગ્રવાલે ભારત તરફથી આ મેચમાં પ્રથમ વનડે મેચ રમી હતી. વનડે આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કરનારા આ બંન્ને બેટ્સમેનોએ પ્રથમ મેચમાં મોટી જવાબદારી નિભાવી હતી. રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં પૃથ્વી અને મયંકે ઈનિંગની શરૂઆત કરી હતી. 


ભારતના વનડે ઈતિહાસમાં ચોથીવાર થયું આમ
પૃથ્વી શો અને મયંક અગ્રવાલે પર્દાપણ વનડેમાં ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. આ ભારતીય વનડે ઈતિહાસમાં માત્ર ચોથીવાર થયું જ્યારે બે પર્દાપણ કરતા બેટ્સમેનોએ ઈનિંગની શરૂઆત કરી હોય. વર્ષ 1974માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સુનીલ ગાવસ્કર અને સુધીર નાયકે ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. આ બંન્ને બેટ્સમેનોની પ્રથમ વનડે મેચ હતી. 


મેચ દરમિયાન મહિલાને કરી 'KISS', સોશિયલ મીડિયા પર જોરદાર થયો ટ્રોલ


વર્ષ 1976માં દિલિપ વેંગસરકરે પાર્થસાર્થીની સાથે મળીને ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. આ બંન્ને બેટ્સમેનોની પર્દાપણ વનડે હતી અને પોતાની પ્રથમ મેચમાં નવી જોડીને ભારત માટે ઓપનિંગ કરવાની તક મળી હતી. વર્ષ 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર ભારત માટે કેએલ રાહુલ અને કરૂણ નાયરે વનડેમાં પર્દાપણ કર્યું હતું. ત્યારે બંન્ને બેટ્સમેનોએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર