જયપુર: India vs New Zealand (IND vs NZ) 1st T20I: ભારત અને ન્યૂઝિલેંડની વચ્ચે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલો રમાઇ રહ્યો છે. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ન્યૂઝિલેન્ડને ભારત સામે 165 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા  (Rohit Sharma) એ ટી 20 સીરીઝમાં સારી શરૂઆત અપાવી હતી. ટીમે પહેલે મેચમાં (India vs New Zealand) ન્યૂઝિલેંડને 5 વિકેટથી હરાવ્યું. કેપ્ટન રોહિતે મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે 48 રન બનાવ્યા હતા. આ ઉપરાંઅ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ 62 રનની આક્રમક ઇનિંગ રમી. મેચમાં ન્યૂઝિલેંડએ પહેલાં રમતમાં 6 વિકેટ પર 164 રન બનાવ્યા હતા.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાએ સારી શરૂઆત કરી. ટીમે પહેલી 5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન બનાવી લીધા હતા. ત્યારબાદ કેએલ રાહુલ 15 રન બનાવીને લેફ્ટ સ્પિન બોલર મિચેલ સેન્ટનરના બોલ પર આઉટ થયા. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 48 રન બનાવીને આઉટ થયા. તેમણે 36 બોલનો સામનો કર્યો. 5 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી. તેમણે બીજી વિકેટ માટે સૂર્યકુમારની સથે 59 રન બનાવ્યા. રોહિતની વિકેટ ડાબોડી ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટને મળી. 

Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ


સૂર્ય કુમારે યાદવ (62) એ આક્રમક ઇનિંગ રમતાં મેચને એક તાફ કરી દીધી છે. સૂર્યકુમારની આ ટી20 ઇન્ટરનેશનની સૌથી મોટી ઇનીંગ છે. તેમણે ત્રીજી ફિફ્ટી પણ ફટકારી. તેમણે 40 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી. તેમણે બોલ્ટને બોલ્ડ કર્યો. શ્રેયસ અય્યર 5 અને વેંકટેશ અય્યર 4 રન બનાવીને આઉટ થયા. ટીમે અંતિમ ઓવરમાં 10 રન બનાવ્યા હતા. ડેરિલ મિચેલની ઓવરમાં અય્યરે ચોગ્ગો ફટકાર્યો. તેમણે 2 વાઇડ બોલ પણ ફેંક્યા. ઋષભ પંત (17) અણનમ પરત ફર્યા. પંતે ચોથા બોલ પર ચોગ્ગો ફટકારી જીત અપાવી. પંતે 17 બોલમાં 17 રન બનાવ્યા. જોકે મેચમાં ન્યૂઝીલેંડે ખરાબ ફિલ્ડીંગ કરી. તેમણે સૂર્યકુમાર યાદવનો કેચ પણ છોડ્યો.   

પપ્પાની માફક સ્ટાર બનશે આ ક્રિકેટર્સના પુત્ર! ટીમ ઇન્ડીયાના દ્વારે મારી રહ્યા છે ટકોરા


માર્ટિન ગપ્ટિલ (Martin Guptill) અને માર્ક ચેપમેન (Mark Chapman) ફિફ્ટી ફટકારી હતે.એ જવાબમાં ટીમ ઇન્ડીયા (Team India) 19.4 ઓવરમાં 5 વિકેટ પર જીત પ્રાપ્ત કરી લીધી હતી. સીરીઝનો બીજો મુકાબલો 19 નવેમ્બરના રોજ રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube