કાનપુર: ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ત્રીજા દિવસે ભારતની પહેલી ઇનિંગ પુરી થયા બાદ ન્યૂઝીલેંડના બંને ઓપનર્સે ધમાલ મચાવતાં શાનદાર ફીફ્ટી ફટકારી અને સ્કોરને 100ને પાર પહોંચાડી દીધો છે. તેના જવાબમાં ન્યૂઝીલેંડે પોતાની પહેલી ઇનિંગમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ તે બઢત બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઇન્ડીયા 63 રનથી આગળ 
ભારતની બીજી ઇનિંગમાં શુભમન ગિલ અને મયંક અગ્રવાલે ઓપનિંગ કરી, પરંતુ ગિલ 1 રન બનાવીને કાઇલ જેમીસનના બોલનો શિકાર થયા, હાલ મયંક 4 અને ચેતેશ્વર પુજારા 9 રન બનાવીને નોટ આઉટ છે. ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે અને તેમણે કીવી સેના વિરૂદ્ધ 63 રનની લીડ પ્રાપ્ત કરી લીધી છે. હવે ચોથા દિવસે ભારતીય બેટ્સમેન પર મોટો ઉભો કરવાની જવાબદારી હશે. 

'10 રૂપિયાની પેપ્સી અય્યર ભાઇ સેક્સી', જુઓ કેવી રીતે આ નારાથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ


ન્યૂઝીલેંડ 296 રન પર ઓલ આઉટ
ન્યૂઝીલેંડ તરફથી ટોમ લાથમ (Tom Latham) 95 અને વિલ યંગ (Will Young) 89 રનની શાનદાર ઇનિંગ રમી પરંતુ ત્રીજા દિવસે ભારતીય બોલરની આગળ ટકી શક્યા નહી. કીવી કેપ્ટન કેન વિલિયમસન પણ 18 રન બનાવીને આઉટ થઇ ગયા. ન્યૂઝીલેંડના મિડલ અને લોઅર ઓર્ડર શનિવારે વેરવિખેર થઇ ગઇ. કીવી ટીમે પહેલી ઇનિંગમાં 296 રન બનાવ્યા અને આ પ્રકારે ટીમ ઇન્ડીયાએ 49 રનની લીડ મેળવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube