IND vs NZ: ગાવસ્કરે ઉઠાવ્યા કોહલીના નિર્ણય પર સવાલ, કહ્યું- શમીને બહાર કરવો....
India vs New Zealand : ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડે મેચમાં બે ફેરફાર સાથે ઉતરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ અને યજમાન ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) આજે બીજી વનડે મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંન્નેએ આ મેચ માટે પોતાની અંતિમ ઇલેવનમાં બે-બે ફેરફાર કર્યાં છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ ભારતીય ટીમના આ ફેરફારને અયોગ્ય ગણાવ્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય લીધો. તેણે જણાવ્યું કે, આ મેચમાં મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને નવદીપ સૈનીને સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય કુલદીપ યાદવને ડ્રોપ કરી તેના સ્થાને ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે, શમીને બહાર કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 'તમે સિરીઝમાં પાછળ છો. તેવામાં તમારે સંપૂર્ણ તાકાત સાથે રમવું જોઈએ. જસપ્રીત બુમરાહ અને શમી ભારતીય ટીમના બે બેસ્ટ ફાસ્ટ બોલર છે. તેવામાં શમીને ટીમની બહાર કરવાનો નિર્ણય ખોટો છે.'
ગાવસ્કરે કહ્યું કે, જેમ બેટ્સમેનોમાં ભાગીદારી થાય છે, તેમ બોલરો પણ જોડીમાં શિકાર કરે છે. જસપ્રીત બુમરાહ અને શમી મળીને દબાવ બનાવી શકે છે, જેથી વિકેટ પણ મળે છે.
અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'
આ પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે, મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. ભારતે ટૂંક સમયમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે. તેથી અમે શમીને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. તેના સ્થાને નવદીપ સૈનીને અંતિમ ઇલેવનમાં સામેલ કર્યો છે.
ન્યૂઝીલેન્ડે પણ પોતાની અંતિમ ઇલેવનમાં બે ફેરફાર કર્યાં છે. ઈશ સોઢી અને સેન્ટરને બહાર કરવામાં આવ્યા છે. તેના સ્થાને કાઇલ ચેમ્સન અને ચેપમેનને સામેલ કરવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube