નવી દિલ્હી:  ભારતે અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચ ટાઈમાં પરિણમી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન નબાવી શકી હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી. રોસ ટેલરે પ્રથમ બોલ પર સિક્સ પણ ફટકારી હતી. પરંતુ ત્યારબાદ શમીએ શાનદાર વાપસી કરી મેચ સુપર ઓવરમાં પહોંચાડી હતી. શમીએ અંતિમ ઓવરમાં બે વિકેટ પણ ઝડપી હતી. જુઓ LIVE સ્કોર 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપર ઓવરનો રોમાંચ


ન્યૂઝીલેન્ડ- બેટ્મસમેન કેન વિલિયમસન અને ગુપ્ટિલ, બોલર બુમરાહ


પ્રથમ બોલઃ કેન વિલિયમસને એક રન લીધો


બીજો બોલઃ માર્ટિન ગુપ્ટિલે એક રન લીધો


ત્રીજો બોલઃ કેન વિલિયમસને છગ્ગો ફટકાર્યો


ચોથો બોલઃ વિલિયમ્સને ચોગ્ગો ફટકાર્યો


પાંચમો બોલઃ બાયનો એક રન


છઠ્ઠો બોલઃ ગુપ્ટિલે ચોગ્ગો ફટકાર્યો.

ભારતની ઈનિંગઃ બેટ્સમેન- રોહિત શર્મા-કેએલ રાહુલ, બોલર- ટિમ સાઉદી


પ્રથમ બોલઃ રોહિત શર્માએ 2 રન લીધા


બીજો બોલઃ રોહિત શર્માએ એક રન લીધો


ત્રીજો બોલઃ રાહુલે બાઉન્ડ્રી ફટકારી


ચોથો બોલઃ રાહુલને એક રન મળ્યો


પાંચમો બોલઃ રોહિતે છગ્ગો ફટકાર્યો


છઠ્ઠો બોલઃ રોહિતની સિક્સ, ભારતનો વિજય


ન્યૂઝીલેન્ડનો દાવ
ભારતે આપેલા 180 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોએ રમતની શરૂઆત કરી. ટીમ ઈન્ડિયા માટે પહેલી ઓવર શાર્દુલ ઠાકુરે નાખી. ઠાકુરની ઓવરના બીજા જ બોલમાં ગુપ્ટિલે સિક્સર ફટકારી. જો કે 31 રનના વ્યક્તિગત સ્કોર પર માર્ટિન ગુપ્ટિલ આઉટ થયો. જો કે ત્યારબાદ કોલિન મુનરો પણ 14 રન કરીને આઉટ થઈ ગયો. શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. 



ભારતનો દાવ (179/5)


ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતીય ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ તોફાની બેટીંગ કરી રહ્યા છે. રોહિત શર્માએ હામિશ બેનેટની એક જ ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોર ફટકારી 26 રન કર્યાં. હાલ રોહિત શર્મા 36 બોલમાં 63 રન સાથે રમતમાં છે. જ્યારે કે એલ રાહુલ 19 બોલમાં 27 રન કરીને પેવેલિયન ભેગો થયો છે. હાલ ભારતનો સ્કોર 9.1 ઓવરમાં એક વિકેટના નુકસાને 90 રન છે. જો કે રાહુલના ગયા બાદ રોહિત શર્મા પણ 65 રન કરીને પાછો ફર્યો. વન ડાઉન બેટ્સમેન તરીકે આવેલો શિવમ દુબે પણ બહુ ટક્યો નહીં અને હામિશ બેનેટના બોલ પર ઈશ સોઢીએ તેનો કેચ કરી લીધો. આમ ભારતને ઉપરાઉપરી 3 ઝટકા લાગ્યાં. 


ત્યારબાદ આવેલો શ્રેયસ ઐય્યર પણ લાંબુ ટક્યો નહીં. શ્રેયસ 16 બોલમાં 17 રન કરીને આઉટ થયો. શ્રેયસ બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ 38 રન ફટકારીને પેવેલિયન ભેગો થયો. આમ ભારતનો દાવ નિર્ધારિત 20 ઓવરમાં 179 રને પૂરો થયો. સારી શરૂઆત બાદ રોહિતના આઉટ થતા જ ફટાફટ વિકેટો પડવા લાગી હતી. ન્યૂઝીલેન્ડના બેનેટે 54 રન આપીને 3 વિકેટ લીધી જ્યારે મિશેલ અને કોલિન ગ્રેન્ડહોમને એક-એક વિકેટ મળી. 



ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીશ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ


ન્યૂઝીલેન્ડ : કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, કોલિન ડી ગ્રૈન્ડહોમ, ટિમ સીફર્ટ, મિચેલ સેન્ટર, ઇશ સોઢી, હામિશ બેનેટ, ટિમ સાઉદી, સ્કોટ કુગલેજિન