નવી દિલ્હીઃ ભારતીય બોલરો માટે આજનો દિવસ ખરાબ રહ્યો હતો. હેમિલ્ટનના મેદાન પર સિરીઝના ત્રીજા અને અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ભારતના બોલરોની ધોલાઈ કરી હતી. ખાસ કરીને પંડ્યા બ્રધર્સની. હાર્દિક પંડ્યા અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાએ તો 8 ઓવર એટલે કે 48 બોલમાં 98 રન ફટકાર્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિતની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સના આ બંન્ને ખેલાડીઓની વિકેટનું ખાનું ખાલી રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા ભાઈ ક્રુણાલે 4 ઓવરમાં 54 રન આપ્યા તો નાનો ભાઈ હાર્દિક પણ ખર્ચાળ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 44 રન આપી દીધા હતા. ત્યારબાદ શું હતું, બંન્ને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. આટલા રન આપવા પર પૂર્વ ભારતીય ખેલાડી અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકર ભડક્યા અને તેને બે ઓવરનો બોલર ગણાવી વીદો હતો. તેણે ટ્વીટર પર લખ્યું, જો આજે નહીં તો જલ્દી તે અનુભવ થશે કે પંડ્યા ભાઈ માત્ર બે ઓવરના બોલર છે. અને હા તે માત્ર એક દિવસ જ આંતરરાષ્ટ્રીય ટી20માં ચાર ઓવર કરી શકે છે. 



કેમ થયો હંગામો
આ ટી20 સિરીઝમાં આ બંન્નેની બોલિંગ પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવસે કે બંન્ને ભાઈઓ ખૂબ મોંઘા સાબિત થયા છે. હાર્દિકે 3 મેચોમાં 12 ઓવરની બોલિંગમાં 131 રન આપ્યા અને માત્ર 3 વિકેટ લીધા, જ્યારે પંડ્યાએ 12 ઓવરમાં 119 રન આપ્યા અને 4 વિકેટ તેના નામે કરી હતી. તેના પ્રદર્શનને જોડવામાં આવે તો બંન્નેએ 24 ઓવરમાં કુલ 250 રન આપ્યા અને માત્ર સાત વિકેટ ઝડપી શક્યા હતા. 




બીજા મેચમાં ક્રુણાલે 28 રન આપીને 3 વિકેટ ઝડપી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.