દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ માઉંગાનુઈમાં પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે. આઈસીસીના મેચ રેફરીના એમિરેટ્સ એલીટ પેનલના ક્રિસ બ્રોડે આ દંડ ફટકાર્યો છે. ભારતે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'ન્યૂનતમ ઓવર સ્પીડ સંબંધિત ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર ખેલાડીઓ પર તેની ટીમના નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે 20 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.'


ભારતના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી. મેદાની અમ્પાયર ક્રિસ બ્રાઉન અને શોન હેગ તથા ત્રીજા અમ્પાયર એશ્લે મેહરોત્રાએ આ આરોપ લગાવ્યા હતા. 


શાકાહાર, યોગ અને ધ્યાન... ખુલ્યું ઓસ્ટ્રેલિયન ઓપનના ચેમ્પિયન જોકોવિચની ફિટનેસનું રાઝ 


ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી મેચ સાત રનથી જીતીને પાંચ મેચોની સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. ભારતીય ટીમ પર સતત બીજી મેચમાં ધીમી ઓવર ગતિને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા વેસ્ટપેક સ્ટેડિયમમાં ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય દરમિયાન ભારતીય ટીમે નિયમિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી, જેમાં તેના પર 40 ટકા મેચ ફીનો દંડ ફટકાવવામાં આવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર