ઈન્દોરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) ત્રણ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. જેમાં ટોસ હારીને ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ વનડે મેચમાં શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારતીય ટીમે 25 ઓવરમાં 200 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને ગિલે પોતાની સદી પણ ફટકારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતના વનડે કરિયરની 30મી સદી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આશરે ત્રણ વર્ષ બાદ વનડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ રોહિત શર્મા પોતાના વનડે કરિયરની 30મી સદી ફટકારી છે. રોહિતે 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ 6 ચોગ્ગા અને 9 ફોર સાથે પોતાની સદી પૂરી કરી હતી. રોહિત શર્મા 101 રન બનાવી આઉટ થયો હતો. રોહિત અને ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી થઈ હતી. 


આ પણ વાંચોઃ આઈસીસીની ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2022 જાહેર, ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન


શુભમન ગિલની સદી
તો ભારતીય ઓપનર શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા ન્યૂઝીલેન્ડ સામે ફરી સદી ફટકારી છે. ગિલે 72 બોલમાં 13 ચોગ્ગા અને 4 સિક્સ સાથે સદી પૂરી કરી હતી. ગિલના વનડે કરિયરની ચોથી સદી છે. ગિલે 21 ઈનિંગમાં પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારી છે. ગિલે ધવનનો રેકોર્ડ તોડ્યો છે. શિખર ધવને 24 ઈનિંગમાં ચાર વનડે સદી ફટકારી હતી. 


રોહિત શર્માએ પોન્ટિંગની કરી બરોબરી
આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે 49 વનડે સદી છે. ત્યારબાદ વિરાટ કોહલીના નામે 46 વનડે સગી છે. રોહિત શર્માએ પોતાના કરિયરની 30મી વનડે સદી ફટકારી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી છે. પોન્ટિંગે પોતાના વનડે કરિયરમાં 30 સદી ફટકારી હતી. 


ગિલે વર્લ્ડ રેકોર્ડની કરી બરોબરી
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. ગિલે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝમાં કુલ 360 રન ફટકાર્યા છે. આ સાથે તેણે બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. બાબર આઝમે 2016માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચમાં 360 રન બનાવ્યા હતા. બાબરે ત્યારે ત્રણ મેચમાં ત્રણ સદી ફટકારી હતી. જ્યારે ગિલે પ્રથમ મેચમાં 208 રન, બીજી વનડેમાં 40 રન અણનમ અને ત્રીજી વનડેમાં 112 રન બનાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube